ગરબાડા તાલુકાના પાંચવાડા ગામેથી પોલીસે ઈક્કો ગાડીમાંથી 87 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી જેલભેગો કર્યો..

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

ગરબાડા તાલુકાના પાંચવાડા ગામેથી પોલીસે ઈક્કો ગાડીમાંથી 87 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી જેલભેગો કર્યો..

 

દાહોદ તા.૨૬

 

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાંચવાડા ગામેથી પોલીસે એક ઈક્કો ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂના રૂા. ૮૭,૦૪૮ના વિદેશી દારૂના જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. ૧,૮૭,૦૪૮ના મુદ્દામાલ સાથે ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

 

ગત તા.૨૫મી જુલાઈના રોજ ગરબાડા પોલીસને મળેલ બાતમીના આધારે પાંચવાડા ગામે નાકાબંધી કરી આવતાં જતાં વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક ઈક્કો ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાની સાથે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીના ચાલક મુકેશભાઈ મીઠાભાઈ ઢાપા (રહે. ચિત્રા, આખલોલ જગતનાકા, જિ.ભાવનગર) ની અટકાયત કરી ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. ૩૬૦ કિંમત રૂા. ૮૭,૦૪૮ અને ગાડીના કિંમત મળી કુલ રૂા. ૧,૮૭,૦૪૮નો મુદ્દામાલ કબજે કરી ગરબાડા પોલીસે ઉપરોક્ત ગાડીના ચાલક વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share This Article