ગરબાડા તાલુકાના પાટાડુંગરી માં 407 ટેમ્પા ચાલકે  બાઈકને અડફેટે  બાઈક ચાલક નું ઘટના સ્થળે જ કરુણ  મોત

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

ગરબાડા તાલુકાના પાટાડુંગરી માં 407 ટેમ્પા ચાલકે  બાઈકને અડફેટે  બાઈક ચાલક નું ઘટના સ્થળે જ કરુણ  મોત

પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 12 ના સવારના આઠ વાગ્યાની આસપાસ ગરબાડા તાલુકાના પાટાડુંગરી ગામનો એક યુવાન પોતાની બાઈક લઈને રાબેતા મુજબ દાહોદ તરફ છૂટક મજુરી કામે જતો હતો તેવામાં પાટાડુંગરી ડેમ ની પાસે વળાંક અને ઢાળ વાળા રસ્તામાં   સામેથી હેન્ડ પંપ રીપેરીંગ નો  સામાન ભરેલ એક 407 ટેમ્પાના ચાલકે  સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈક ચાલકને અડફેટમાં લીધો હતો  બાઈક અને ટેમ્પો બંને રેલિંગ તોડી રોડની પાસે ખાડામાં ઉતરી ગયા હતા જેમાં બાઈક ઉપર 407 ટેમ્પો ચડી જતાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું જ્યારે 407 ટેમ્પા નો ચાલક ફરાર થઈ ગયો હતો અકસ્માતની ઘટનાની વાત વાયુવેગે પ્રસરતા સ્થાનિક પોલીસ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી આવી હતી અને જેસીબી દ્વારા ટેમ્પાને બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી અકસ્માત બાદ ટેમ્પામાં અચાનક આગ પણ લાગી ગઈ હતી જેથી તાત્કાલિક અસરથી ફાયર ની ટીમ પણ સમયસર આવી પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો અકસ્માતમાં મરણ જનાર યુવકનું ગત વર્ષે જ લગ્ન થયું હતું તેમ જ તેને એક છોકરો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે મરણ જનારના મૃતદેહને ગરબાડા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો તેમ જ ઘટના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

 

 

 

Share This Article