રાહુલ ગારી, ગરબાડા
અભલોડ માં નાબાર્ડ ના સીજીઓ ના હસ્તે હાટ બજારનું શરૂઆત કરવામાં આવી.

ગરબાડા તાલુકાના આભલોડ ગામે હાટ બજારની શરૂઆત કરવામાં આવી. જેમાં નાબાર્ડ દ્વારા શરૂ કરાયેલ નવીનહાટ બજારમાં શાકભાજીના શેડ પણ બનાવવામાં આવ્યા હતા. અભલોડ ની ખેડા ગામપંચાયત માં આવેલ મંદિર પાછળ નાબાર્ડ ના સહયોગથી શાકભાજીના શેડ બનાવવામાં આવ્યા હતા જેનું ઉદ્ઘાટન આજે નાબાર્ડના સીઈઓ જ્ઞાનેન્દ્ર માની ના હસ્તે નવીન હાટ બજારનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
હવે દર મંગળવારે અભલોડ ગામે પણ હાટ બજાર ભરાશે જેમાં આજુબાજુના ગામોના લોકો ને આ હાટ બજાર નો લાભ થશે. હાટ બજાર ની શરૂઆત કરવા માટે તાલુકા પંચાયત સભ્ય મયુરભાઈ ભાભોર દ્વારા લોકોની માંગણીને ધ્યાનમાં રાખી તેના પ્રયત્ન થી શરૂ કરવામાં આવ્યુ. આ પ્રસંગે પી.ડી.સી બેંકના સી.ઈ.ઓ રસેશ શાહ તાલુકા ભાજપ પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ તથા આજુબાજુ ના ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
