જેસાવાડા યશ વાટીકા હાઈસ્કૂલ ખાતે 8 માં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો..

Editor Dahod Live
1 Min Read

જેસાવાડા યશ વાટીકા હાઈસ્કૂલ ખાતે 8 માં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

ગરબાડા તા.04

પ્રાપ્ત વિગતો અનુસાર આજે ૪ જુન ના રોજ જેસાવાડા વાટીકા હાઈસ્કૂલ ખાતે 8 મા તબક્કાનો સેવા સેતુ સેવા સેતુ સવારના ૯ કલાકથી સાંજના ૫ કલાક સુધી આ કાર્યક્રમ યોજવા માં આવ્યો હતો જેમાં પ્રજાની લાગણી અને માગણીને લઇને તેઓને અપેક્ષા પૂર્ણ કરવા તેમાં સરકારની યોજના અને લાભ સહાય અંગેની નાગરિકોની રજૂઆતો સ્થળ પર સાંભળવામાં આવ્યા હતા 

અને આ સેવા સેતુ કાર્યક્રમમાં સમાવિષ્ટ ગામો માતવા વડવા વજેલાવ નેલસુર આંબલી નંઢેલાવ અને છરછોડા રામા નો સમાવેશ કરવામાં આવ્યા હતા 

જેમાં પ્રજાને ઘર બેઠા એકજ સ્થળ પર સ્થળ ઉપર 13 વિભાગો ની 65 સેવાઓ આપવા મા આવી હતી જેમાં આવકજ્ઞાતિ ના દાખલા રેશન કાર્ડમાં નામ દાખલ કરવું કમી કરવુ નવીન આધાર કાર્ડ એવી ઘણા પ્રકારની સેવાઓ પ્રજા ને એક જ સ્થળે આપવા માં આવી હતી જેમાં ગરબાડા મામલતદાર અનિલ જાદવ તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલ તાલુકા સભ્ય જિલ્લા સભ્યો અને ઉપપ્રમુખ જીવલીબેન ભાભોર સહિત વિવિધ વિભાગ ના કર્મચારી ઓ સેવા સેતુ કાર્યકરમ માં ઉપસ્થિત રહ્યાં હતાં.

Share This Article