ગરબાડા પોલીસ મથકની સામે ચાલતા કતલખાનામાંથી પકડાયેલો માંસનો જથ્થો ગૌમાસ હોવાની પુષ્ટી થઇ: પાંચ ઈસમો સામે ગુનો નોંધાયો…

Editor Dahod Live
1 Min Read

  રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા પોલીસ મથકની સામે ચાલતા કતલખાનામાંથી પકડાયેલો માસ ગૌમાસ હોવાની પુષ્ટી થઇ: પાંચ ઈસમો સામે ગુનો નોંધાયો…

ગરબાડામાં બે દિવસ પૂર્વે પોલીસ મથકની સામે ધમધમતા કતલખાના પર ગૌરક્ષકો ની ટીમે દરોડો પાડી 120 કિલો જેટલો માંસનો જથ્થો ઝડપાયો હતો…

 પકડાયેલો માંસનો જથ્થો FSL માં મોકલાતાં ગૌમાસ હોવાનું સાબિત થયું:પોલીસ કાર્યવાહીમાં જોતરાઈ…

 

દાહોદ તા.૦૧

દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં પોલીસ ચોકીની સામે કતલખાનું ચલાવતાં એક રહેણાંક મકાનમાં પોલીસે ઓચિંતો છાપો મારતાં ૧૨૦ કિલો જેટલું માસ ઝડપી પાડવામાં આવ્યું છે. આ બનાવમાં પોલીસે માસને એફએસએલ માટે મોકલી આપ્યું હતું જેમાં ગૌમાંસ હોવાનું સાબીત થતાં પોલીસે એક મહિલા સહિત પાંચ ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

ગત તા. ૨૩મી મેના રોજ ગરબાડા પોલીસને મળેલ બાતમીના આધારે ગરબાડા નગરમાં ઘાંચીવાડ વિસ્તારમાં ફકીરમોહમ્મદ સબુરભાઈ શેખના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો મારતાં પોલીસે ૧૨૦ કિલો ગ્રામ કિંમત રૂા. ૧૨,૦૦૦નું માસ ઝડપી પાડ્યું હતું. પોલીસને જાેઈ ફકીરમહોમ્મદ તેની સાથેના રબ્બાની, સાહીલભાઈ સબુરભાઈ શેખ અને રઈશાબેન ફકીરમહોમ્મદ નાસી ગયાં હતાં. પોલીસે ગૌમાંસનૌ જથ્થો એફએસએલ માટે મોકલી આપતાં તેનો રિપોર્ટર ગતરોજ આવ્યો હતો અને આ માંસ ગૌમાંસ હોવાનું રિપોર્ટમાં જણાતાં ગરબાડા પોલીસે મહિલા સહિત ઉપરોક્ત તમામ ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

—————–

Share This Article