દીવા તળે અંધારું…પોલીસ મથકની સામે ધમધમતા કતલખાનાથી સ્થાનિક પોલીસ અજાણ..?? ગૌરક્ષકોએ ૧૨૦ કિલો માંસનો જથ્થો ઝડપી પોલીસને જાણ કરી..

Editor Dahod Live
3 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ગૌરક્ષકો દ્વારા ૧૨૦ કિલો માંસનો જથ્થો પકડી પાડવામાં આવ્યો અને પોલીસને જાણ કરી.

ગરબાડામાં રહેણાંક મકાનમાંથી ગૌમાંસ પકડાયું.

પોલીસ મથકની સામે માંસનું વેચાણ ચાલતું હતું:રહેણાંક મકાનની બાજુમાં જ તાલુકા પ્રાથમિક શાળા આવેલી છે જ્યાં હજારો બાળકો અભ્યાસ કરવા આવે છે.

ગરબાડા તા.30

દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં પોલીસ ચોકીની સામે કતલખાનું ચલાવતાં એક રહેણાંક મકાનમાં પોલીસે ઓચિંતો છાપો મારતાં ૧૨૦ કિલો જેટલું માસ ઝડપી પાડવામાં આવ્યું છે. આ માસ ગૌમાંસ છે કે નહીં? તે માટેની તપાસ માટે માસના સેમ્પલને એફએસએલ માટે મોકલી આપ્યાંનું જાણવા મળે છે.

આજરોજ ગરબાડા પોલીસને મળેલ બાતમીના આધારે પોતાના પોલીસ સ્ટેશનની સામેસામ કતલખાનુ ચલાવતાં ફકીર મહોમ્મદ સબુરભાઈ શેખ (રહે. ગરબાડા, ઘાંચીવાડા, તા.ગરબાડા, દાહોદ) ના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો મારતાં પોલીસને જાઈ ફકીર નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેના રહેણાંક મકાનમાંથી ૧૨૦ કિલો ગ્રામ કિંમત રૂ. ૧૨,૦૦૦નું માસ ઝડપી પાડ્યું છે. આ માસ ગૌમાંસ છે કે નહીં? તેની તપાસ માટે માંસને એફએસએલ માટે મોકલી આપવામાં આવ્યું છે. આ માસ જે સ્થળે વેચાતું હતું તે સ્થળની બાજુમાં સરકારી શાળા પણ આવેલ છે. પોલીસ ચોકીની સામેસામ ચાલતું આ કતલખાનું કેટલાંય સમયથી ધમધમતું હતું પરંતુ જાણે પોલીસને આજે જાણ થઈ હોય તેમ પ્રતિત થતાં છાપો મારતાં લોકોમાં અનેક સવાલો પણ ઉઠવા પામ્યાં છે. સમગ્ર મામલે પોલીસે તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કર્યાેં છે.

દીવા તળે અંધારું… પોલીસ મથકની સામે ધમધમતા કતલખાનાથી સ્થાનિક પોલીસ અજાણ..?? શાળાની બાજુમાં ધમધમતા કતલખાના થી અભ્યાસ માટે આવતા બાળકો પર વિપરીત અસર 

પોલીસ મથકની સામે જ્યાં મટન ના વેચાણનો ધંધો ચાલી રહ્યો છે. તેની જાણ પોલીસને ન થતા આશ્ચર્યજનક બાબત છે. જેના પગલે પોલીસની કામગીરી તેમજ પોલીસના બાતમીદારોને નેટવર્ક નબળું પડી હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. તેમજ તેની બાજુમાં જ તાલુકા પ્રાથમિક શાળા આવેલી છે જ્યાં હજારો બાળક અભ્યાસ કરવા આવે છે તેના માનસ પટ પર આની વિપરીત અસર પડતી હોય  સ્થાનિક તંત્ર દ્વારા આ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવી જોઈએ અને અહીંયા થી જાહેરમાં વેચાતો મટન નો ધંધો કાયમી ધોરણે બંધ થવો જોઇએ તેવી લોકમાંગ ઉઠી છે .અગાઉ પણ આજ સ્થળેથી અનેકવાર મટન પકડાઈ ચૂક્યું છે. આ ઘટના જ્યાં બની ત્યાંથી એક જીવિત ગાય પણ મળી આવી હતી જોકે  પાછળથી તે ગાયનો માલિક બીજું કોઈ હોય તેને છોડી મૂકવામાં આવી હતી.

Share This Article