
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરામાં 2 જી ઓક્ટોબર 152 ગાંધીજયંતી નિમિત્તે પ્રભાતફેરી કાઢવામાં આવી હતી
તાલુકા લીગલ સર્વિસ ઑથોરિટી તથા જાગૃતિ કન્યા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો
કોર્ટ સંકુલમાં મહાત્મા ગાંધીજીના ફોટા ને સુતર ની આટી તથા ફૂલહાર કરી દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી
ફતેપુરા તા.02
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં 2 જી ઓક્ટોબર 152 ગાંધી જયંતી નિમિત્તે તાલુકા લીગલ સર્વિસીસ ઓથોરિટી ફતેપુરા તથા જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા દ્વારા સંયુક્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ફતેપુરા કોર્ટના પ્રિન્સિપાલ જજ શ્રી એ એ દવે સાહેબ ચેરમેનશ્રી તાલુકા લીગલ સર્વિસીસ ઓથોરિટી દ્વારા ગાંધીબાપુ ના ફોટા ને સુતર ની આટી થતા ફૂલહાર કરીને દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જાગૃતિ કન્યા વિદ્યાલય ના પટાંગણમાં થી સવારના પ્રભાતફેરી નીકળી હતી જેમાં કોર્ટના પ્રિન્સિપલ જજ એ એ દવે સાહેબ જાગૃતિ કન્યા વિદ્યાલય ના આચાર્યશ્રી દાહોદ જિલ્લા શિક્ષક મહામંડળના મંત્રી શ્રી હિતેશભાઈ પારગી એડવોકેટ શબ્બીર ભાઈ સુનેલ વાળા તેમજ શિક્ષક મિત્રો શિક્ષિકા બહેનો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ની ઓ હાજર રહ્યા હતા નગરના વિવિધ માર્ગોપર પ્રભાતફેરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ના ભજનો ને સૂત્રોચાર સાથે નાલસા દ્વારા પૂરી પાડવામાં આવતી લીગલ અવરનેસ પેમ્પ્લેટ વિતરણ સાથે પ્રભાતફેરી કોર્ટમાં સમાપન થયેલ હતી. જોકે જાગૃતિ કન્યા વિદ્યાલય ની વિદ્યાર્થીનીઓ દ્વારા ગાંધીજી ના જીવન ચરિત્ર પર વકૃત્વ તથા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ૮૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કોર્ટના સંકુલમાં ફતેપુરા બાર ના પ્રમુખ શરદ ભાઈ ઉપાધ્યાય સુપરવાઇઝર દિનેશભાઈ પ્રજાપતિ દાહોદ જિલ્લા શિક્ષક મંડળના મંત્રી શ્રી હિતેશભાઈ પારગી તેમજ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીને ને ગાંધીજી ના જીવન ચારિત્ર અને આઝાદીની ચળવળ વિશે માહિતી આપવામાં આવી હતી આભાર વિધિ ટી એસ એલ એ ના સેક્રેટરી ધર્મેન્દ્ર ભાઈ સોલંકી કરેલ હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે એડવોકેટ અગ્રવાલ તેમજ એડવોકેટ એ એલ પારગી તેમજ લીઞલ આસિસ્ટન્ટ ચિરાગ પારગી ના સહયોગથી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો