 
				
				શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરાના સાચા આદિવાસી અધિકાર બચાવો લડત સમિતી અને આદિવાસી પરિવાર દ્વારા મામલતદાર ને આપેલ આવેદન પત્ર
ખોટા આદિજાતિ પ્રમાણપત્રના વિવાદમાં ઘેરાયેલા ધારાસભ્ય નિમિષાબેન સુથારને આદિજાતિ મંત્રી પદ પરથી દૂર કરવા આપેલ આવેદનપત્ર
માનનિય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને ઉદબોધન કરેલ આવેદનપત્ર પત્ર મામલતદાર કચેરીને સુપરત કરેલ છે
ફતેપુરા તા.27

ફતેપુરા ના આદિવાસી અધિકાર બચાવવા લડત સમિતી અને આદિવાસી પરિવાર દ્વારા હાથમાં વિવિધ પ્રકારના સૂત્રોચ્ચારો લખેલા પ્લેકાર્ડ અને વિવિધ પ્રકારન સુત્રો કરતા હોવા મામલતદાર કચેરી આવી નાયબ મામલતદાર સોલંકી ને આવેદન પત્ર રજૂ કર્યું હતું નાયબ મામલતદાર સોલંકી આવેદનપત્ર સરકારશ્રીમાં મોકલી આપવાની ખાતરી આપી હતી આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર મોરવા હડફ ના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર ખોટા આદિ જાતિ પ્રમાણપત્ર લઈને વિવાદોમાં ઘેરાયેલા છે અને તેઓ ખોટી રીતે આદિ જાતિ પ્રમાણપત્ર મેળવીને અનુસૂચિત આદિજાતિ બેઠક પર ચુટાઈ આવેલ હોવા બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કેસ નંબર EP 1 2021 થી નામદાર હાઇકોર્ટમાં કેસ હાલમાં ચાલુ છે ત્યારે મોરવા હડફ ના ધારાસભ્ય શ્રી ને આદિજાતિ પ્રમાણપત્રના વિવાદોમાં ઘેરાયેલા ધારાસભ્યશ્રી ને આદિજાતિ મંત્રી પદ પરથી દૂર કરવા આવેદન પત્ર રજૂ કરેલું .આદિજાતિ મંત્રી તરીકે નીમવા થી સમગ્ર આદિવાસી સમાજની લાગણીને ઠેસ પહોંચી છે ગુજરાતના સાચા આદિવાસીઓ જે પાર્ટીને છેલ્લા 25 વષ થી ખોબલે ખોબલે મત આપી જીતાડી છે એ લોકો પોતાને સરકાર દ્વારા પોતે ઠઞાયેલા મહેસૂસ કરશે. જોકે આવનાર ચૂંટણી ના આ વષૅ આદિવાસીઓ એ ફરી રાજ્યવ્યાપી આંદોલન કરવા માટે મજબૂર ના થવું પડે એ જોવાની રાજ્યના બંધારણીય અને વહીવટી વડા તરીકે આપણી જવાબદારી છે જેથી સાચા આદિવાસી સમાજની લાગણી અને માંગણી સમજીને ધ્યાનમાં રાખીને મોરવા હડફ ના ધારાસભ્ય શ્રી ને રાજ્યકક્ષાના આદિજાતિ મંત્રી પદ ઉપરથી તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેઓ આવેદનપત્રમાં જણાવ્યું છે
 
										 
                         
                         
                         
                        