ફતેપુરા તાલુકામાં પોષણ માસની ઉજવણી અંતર્ગત તાલુકાના ભીચોર ગામે ટી. એચ.આર.માંથી બનાવેલું વાનગીનું નિદર્શન યોજાયો

Editor Dahod Live
1 Min Read

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા તાલુકામાં પોષણ માસની ઉજવણી અંતર્ગત તાલુકાના ભીચોર ગામે ટી. એચ.આર.માંથી બનાવેલું વાનગીનું નિદર્શન યોજવામાં આવ્યો

ફતેપુરા સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા ભીચોર આંગણવાડીમાં ટી.એચ.આર. માથી બનતી વાનગી નુ નિર્દેશન યોજવામાં આવ્યું

ફતેપુરા તા.08

ફતેપુરા તાલુકામાં ચાલુ માસ દરમિયાન ફતેપુરા સંકલિત બાલ વિકાસ યોજના અધિકારી ની કચેરી દ્વારા રોજે રોજ પોષણ અંતગર્ત કાર્યક્રમો તાલુકાના વિવિધ ગામોમાં આવેલ આંગણવાડીઓમાં કાર્યક્રમ યોજવામાં આવી રહેલ છે આજ રોજ ફતેપુરા તાલુકાના ભીચોર ગામે આવેલ આંગણવાડી માં cdpo મેડમ કોમલ બેન દેસાઈ ની આગેવાની હેઠળ અને માર્ગદર્શન ટી.એચ.આર. માથે બનાવેલ વાનગીઓનું નિદર્શન આંગણવાડી કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં બહેનોએ અને આંગણવાડી બાળકોએ ભાગ લઈ લાભ મેળવેલ તેમજ આર.બી એસ.કે ટીમ દ્વારા બાળકોનું વજન અને રસીકરણ વિશે ને જરૂરી માહિતી cdpo બેન કોમલ બેન દેસાઈ દ્વારા આપવામાં આવી હતી તેમજ સેમ બાળકોને સી.એમ.ટી.સી. ફતેપુરા ખાતે દાખલ કરવા તેમજ તે અંગે ના લાભો વિશેની સંપૂર્ણ માહિતી અને સમજૂતી આપવામાં આવેલ હતી

Share This Article