
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સરસવાપૂર્વના ઈસમ દ્વારા ૧૬ વર્ષીય સગીરાનુ અપહરણ:ગુનો નોંધાયો
પાંચ સંતાનો પિતા સગીરાનું ૧૦. જુલાઈ-૨૧ના રોજહરણ કરી પલાયન થઈ ગયો હતો.
ફતેપુરા તાલુકામાં સગીરા ઓના લલચાવી,ફોસલાવી અને પુખ્ત વયની કેટલીક મહિલાઓને બાદ કરતાં બ્રેઇનવોશ કરી અપહરણ કરી જવા ના ચિંતાજનક રીતે વધતાં બનાવો.
કેટલીક સગીરાઓ અને પુખ્ત વયની મહિલાઓના થતા અપહરણના મોટાભાગના કિસ્સાઓ સમાધાન રૂપે દબાવી દેવામાં આવે છે.
ફતેપુરા તા.23
ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સગીરાઓ તથા પુખ્ત વયની મહિલાઓને અપહરણનો શિકાર બનાવી ભગાવી જવાના કિસ્સાઓ દિનપ્રતિદિન વધતા જઈ રહ્યા છે.જે પૈકી મોટાભાગના કિસ્સાઓમાં સમાધાન કરાવી લેવાતા પ્રકાશમાં આવતા નથી.જ્યારે ગણ્યાગાંઠ્યા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે તે સામાજિક વ્યવસ્થા માટે ચિંતાજનક છે.જ્યારે કેટલીક પુખ્ત વયની કન્યાઓ અને મહિલાઓ ને અપહરણકારો દ્વારા માનસિક રીતે મજબૂર બનાવી ભગાવી જવાના કિસ્સાઓ પણ બની રહ્યા છે.અને તેમાં પણ સમાધાન કરાવી લેવાતા ક્યારેક ફતેપુરા તાલુકામાં પશ્ચિમી સંસ્કૃતિ પકડ જમાવી રહી હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે. ખોરવાતી સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખવા લોકજાગૃતિ જરૂરી હોવાનું જણાય છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના એક ગામની ૧૬ વર્ષ ૧ માસની સગીરાનું ૧૦. જુલાઈ-૨૦૨૧ ના રોજ પોતાના ઘરેથી ફોઈના ઘરે જવાનું જણાવી નીકળ્યા બાદ સરસવાપૂર્વ ગામના પાંચ સંતાનના પિતા શાંતિલાલ મંગળા ભાઈ ડામોરે લલચાવી,પટાવી, ફોસલાવીને અથવા તો ધાક-ધમકી આપી તેના ઘરમાં પત્ની તરીકે રાખવાના ઈરાદાથી અપહરણ કરી ગયો હતો.ત્યારબાદ સગીરાના પિતાને જાણ થતા સરસવા પૂર્વ ગામે જઈ અપહરણકારના પિતાને વાત કરતાં હાલ સગીરા તથા અપહરણકાર શાંતિલાલની તપાસ ચાલુ હોવાનું અને સગીરા મળી આવ્યેથી સગીરાનો કબજો પરત સોંપી દેવા જણાવેલ. પરંતુ સમય થવા છતાં કબજો પરત નહીં શોપતાં સગીરાના પિતાએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા અપહરણકાર શાંતિલાલ મંગળાભાઈ ડામોરની વિરુદ્ધમાં અપહરણ,ગેરકાયદેસર ગોંધી રાખવા સહીત પોકસો કલમ-૮ મુજબ કાયદેસરનો ગુનો દાખલ કરી અપહરણકારની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.જોકે આ ગુનામાં સગીરા મળી આવ્યે બળાત્કારની કલમનો ઉમેરો થઇ શકે તેવી શક્યતા પણ જણાઈ રહી છે.