ફતેપુરા તાલુકાના સકવાડા ગામે ગીરવે મુકેલ જમીન છોડાવી લીધા બાદ પણ ખેતી ન કરવા ધાક ધમકી આપતા પોલિસ ફરિયાદ નોધાઈ.

Editor Dahod Live
2 Min Read

 બાબુ સોલંકી :- સુખસર

ફતેપુરા તાલુકાના સકવાડા ગામે ગીરવે મુકેલ જમીન છોડાવી લીધા બાદ પણ ખેતી ન કરવા ધાક ધમકી આપતા પોલિસ ફરિયાદ નોધાઈ.

હુમલાખોરોએ મારક હથિયારો સાથે આવી માર મારી ઇજાઓ પહોંચાડતા ચાર આરોપીઓની વિરુદ્ધમાં ફતેપુરા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી.

સુખસર,તા.15

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના રાકવાડા ગામે એક વ્યક્તિએ ગીરવે મુકેલ જમીન છોડાવી લીધાં બાદ પણ અન્ય ઈસમો દ્વારા વ્યક્તિને તેની પોતાની જમીનમાં ખેતીકામ ન કરવા દેતાં અને મારક હથિયારો વડે હુમલો કરી એકને શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે ચાર આરોપીઓની વિરુદ્ધમાં ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાંવ્યાંનું જાણવા મળે છે.
ફતેપુરા તાલુકાના સકવાડા ગામે સરપંચ ફળિયામાં રહેતાં મહેશભાઈ સમુભાઈ પારગીએ પોતાના ગામમાં આવેલ પોતાની જમીનને ગામમાં રહેતાં મંગળાભાઈ બીજીયાભાઈ પારગી પાસે રૂા. ૧,૭૦,૦૦૦માં ગીરવે મુકી હતી. થોડા સમય બાદ ગીરવે મુકેલ જમીન મહેશભાઈ એ મંગળાભાઈ પાસેથી છોડાવી લીધી હતી.ત્યાર બાદ પણ મંગળાભાઈના હિસાબ પ્રમાણે ખેતરમાં થયેલ ખેડાઈ તથા અન્ય ખર્ચ સહિત રૂા. ૩,૦૯,૨૦૦ ચુકવી દીધા હતાં. મહેશભાઈ ખેતી કામ કરવા જતાં મંગળાભાઈ પારગી,દિનેશભાઈ બીજીયાભાઈ પારગી,હકજીભાઈ હીરાભાઈ પારગી અને રાજુભાઈ જાેગડાભાઈ પારગીના ઓએ પોતાની સાથે મારક હથિયારો જેવા કે, લોખંડની પાઈપ,તલવાર વિગેરે જેવા તીક્ષ્મ હથિયારો સાથે મહેશભાઈ પારગી પાસે આવી મારક હથિયારો વડે મહેશભાઈને માર મારી પથ્થર મારો કરી શરીરે ઈજાઓ પહોંચાડી હતી.અને બેફામ ગાળો બોલી ખેતરમાં ખેતીકામ કરતાં રોકી કહેવા લાગેલ કે,તમારા ઘર ખાલી કરી જતા રહેજાે નહીતર આ વખતે તો જીવતા બચી ગયા છો બીજી વાર જીવતા નહીં રહો, તેમ ધાકધમકીઓ આપતાં આ સંબંધે ઇજાગ્રસ્ત મહેશભાઈ બીજીયાભાઈ પારગીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article