Thursday, 21/11/2024
Dark Mode

દેવગઢ બારીયાની 51 શાળાઓમાં “કલામ કસોટી” અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજાઈ

દેવગઢ બારીયાની 51 શાળાઓમાં “કલામ કસોટી” અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજાઈ

દેવગઢ બારીયાની 51 શાળાઓમાં “કલામ કસોટી” અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજાઈ

નરવતસિંહ પટેલીયા ધાનપુર

આજ રોજ દેવગઢ બારિયા તાલુકાની ૫૧ શાળાઓમા અગનપંખ ફાઉન્ડેશન દ્વારા ડૉ. અબ્દુલ કલામ ના વિઝન ને વાંચા આપતા વિચારો ને ધ્યાનમાં રાખીને “કલામ કસોટી” અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં લગભગ ૪૦૦ જેટલા બાળકો એ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં *મારા સપનાનું ભારત કેવું હોવું જોઈએ* પર ધોરણ-૭ અને ૮ ના બાળકો એ મૌલિક નિબંધ લેખન કર્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને બે પેન્સિલ, રબર, સંતો તથા બે સાઈડ લખી શકાય તેવું કાગળ આપવામાં આવ્યો હતો.

પરીક્ષા માટે ૬ સ્થળ પર સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં નાનીખજુરી પ્રાથમિક શાળા, શિક્ષણાનુભવ પ્રાથમિક શાળા, કાળી ડુંગરી પ્રાથમિક શાળા, કેળકુવા પ્રાથમિક શાળા, નાની ઝરી પ્રાથમિક શાળા, મધ્યસ્થ શાળા પીપલોદ કેન્દ્રો બનાવી સ્પર્ધા યોજાઇ હતી. જ્યાં બાળકોએ પોતાનાં મનમાં ભાવિ ભારત કેવું હોવું જોઈએ એ વિશે પોતાની કલ્પના અને હકીકતો ને ધ્યાનમાં રાખીને નિબંધ લેખન કર્યું હતું. જેમાં દેવગઢ બારિયાની શાળાઓમાં ફરજ બજાવતા ૩ ૦ જેટલા શિક્ષકો એ સહયોગ અને સંકલન પુરું પાડીને પ્રોત્સાહન આપ્યું હતું.

વિશેષ મા આ સમગ્ર સ્પર્ધા યોજવા માટે અગનપંખ ફાઉન્ડેશન ના ડૉ. રિતેશ ભટ્ટ અને રાજકોટથી વિવેક જોશીનો ખૂબ સહયોગ રહ્યો હતો. એમના આ સહકાર બદલ દેવગઢ બારિયા તાલુકાના શિક્ષકો એ ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.

error: Content is protected !!