ફતેપુરા બજાર વિસ્તારમાં વિજિલન્સ ટીમ ગાંધીનગર વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

Editor Dahod Live
1 Min Read

ફતેપુરા બજાર વિસ્તારમાં વિજિલન્સ ટીમ ગાંધીનગર વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો, દિવાળીના તહેવારને લઇ બુટલેગર એ સંગ્રહો હતો દારૂનો જથ્થો..૨૦ પેટી થી વધુનો જથ્થો હોવાની શક્યતા

હિતેશ કલાલ સુખસર ,પ્રતિનિધિ દ્વારા ફતેપુરા

Contents

ફતેપુરાના મેન બજાર વિસ્તારમાં દિવાળીના તહેવારને લઇ બુટલેગરોએ વિદેશી દારૂનો જથ્થો સંઘર્યો હોવાની માહિતીના આધારે વિજિલન્સ ટીમ ગાંધીનગર દ્વારા ઓચિંતો છાપો મારવામાં આવ્યો હતો જેમાં સંગ્રહની રખાયેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો વિજિલન્સની રેડ પડી હોવાની વાતને લઇ દાહોદ જિલ્લા પોલીસબેડામાં દોડધામ મચી ગઇ હતી તેમજ અન્ય બુટલેગરોમાં પણ દોડાદોડ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું વિજિલન્સના છાપામાં 20 પેટી વધુનો દારૂનો જથ્થો હોવાની શક્યતા સેવાઈ રહી છે. રાજસ્થાન સરહદ પરથી મોટી માત્રામાં અને વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ફતેપુરામાં આવ્યો હોવાની વિજિલન્સ ને માહિતી મળી હતી. ફતેપુરા સુખસર બલૈયા ગુગસ ડુંગર ઢઢેલા સહિતના ગામડાઓમાં દિવાળીના તહેવારને લઇ વિપુલ માત્રામાં વિદેશી દારૂનો જથ્થો લવાયો હોવાની ચર્ચાએ જોર પકડયું હતું.

TAGGED:
Share This Article