ઇરફાન મકરાણી, દેવગઢ બારિયા
અમદાવાદ ખાતે લિફ્ટ તૂટવાના બનાવમાં દે.બારીયાના બે કુટુંબીક ભાઈઓના મોતથી પરિવાર ઉપર આભ તૂટયુ
અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પાસે બનેલ ઘટનામાં દે.બારીયાના વિરોલ ગામના ડુંગર ફળિયાના બે કૌટુંબિક ભાઈઓનું મોત
દોઢમાસ અગાઉ જ અમદાવાદ ખાતે સેન્ટીંગ કામે ગયા હતા
પરિવારના અન્ય સભ્યો પણ મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે
બંને યુવાનોના મોતને લઈ પરિવારજનો માથે આભ ફાટ્યું
બંને યુવાનોની લાશની રાહ જોતા પરિવારજનો તેમજ ગ્રામજનો પરિવારજનો તેમજ ગામમાં બંને યુવાનોના મોતને લઈ માતમ છવાયો
દેં. બારીયા
દેવગઢ બારીયા તાલુકાના વિરોલ ગામના બે કૌટુંબિક ભાઈઓનો અમદાવાદ સેન્ટીંગ કામ કરતા મોત નીપજ્યું બંને યુવાનોનો મોતને લઈ પરિવારજનોના માથે જાણે આપ તૂટ્યું હોય તેમ ગામમાં ગમગીનતા છવાઈ બંને યુવાનોની લાશની રાહ જોતા પરિવારજનો
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢબારિયા તાલુકાના વિરોલ ગામના ડુંગર ફળિયામાં રહેતા સંજય બાબુ નાયક તેમજ તેનો કૌટુંબિક ભાઈ અશ્વિનભાઈ સોમાભાઈ નાયક બંને ભાઈઓ નજીક નજીક રહેતા હોય ત્યારે બંને ભાઈઓ તેમજ અશ્વિનભાઈ સોમાભાઈ નાયક ના અન્ય ભાઈ તેમજ તેના પિતા સાથે અમદાવાદ ખાતે દોડ માસ અગાઉ સેન્ટીંગ કામે ગયા હતા જ્યાં આ બંને વાયો અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પાસે એક્સપાયર ટુ નામની બિલ્ડીંગ બની રહી હતી તેમાં તેઓ સેન્ટીંગ કામ કરી રહ્યા હતા ત્યારે આ બિલ્ડિંગની લિફ્ટ સાતમા માળેથી તૂટતા આ વિરોલ ગામના સંજય બાબુ નાયક અને અશ્વિન સોમાભાઈ નાયક બંને યુવાનોનું મોત નીપજતા જે અંગેની જાણ તેઓના પરિવારજનો ને દેવગઢ બારીયા ના વિરોલ ગામે કરતા બંને યુવાનોના પરિવારજનો ઉપર જાણે આભ તૂટયૂ હોય તેમ જોવાઈ રહ્યું છે બંને યુવાનો અ પરિણીત હોય અને બંને યુવાનોની આવકથી પરિવારજનોના પેટનો ખાડો પુરાતો હોય તેમ પરિવારજનો કહી રહ્યા છે ત્યારે આ બંને યુવાનોના આકસ્મિક મોતના કારણે પરિવાર જનો સહિત ગ્રામજનોમાં ગમગીનતા છવાઈ છે ત્યારે હાલ આ બંને યુવાનોની લાશની ની પરિવારજનો તેમજ ગ્રામજનો રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ બનાવમાં ઘોઘંબા તાલુકાના વાવ કુંડલી ગામના પણ ત્રણ યુવાનો ના મોત થયા હોવાનું કહેવાય રહ્યું છે જેથી આ ત્રણ યુવાનોની લાશની સાથે બન્ને યુવાનો ની લાશ લઈને આવશે તેમ મરણ જનાર ના પરિવાર જનો નું કહેવું છે