Sunday, 08/09/2024
Dark Mode

દેવગઢ બારીયા તાલુકાના કાળીડુંગરી ગામે નિર્માણાઘીન પાણીની ટાંકી નીચે પ્લેટોમાં દબાઈ જતા એક નું મોત..

September 12, 2022
        624
દેવગઢ બારીયા તાલુકાના કાળીડુંગરી ગામે નિર્માણાઘીન પાણીની ટાંકી નીચે પ્લેટોમાં દબાઈ  જતા એક નું મોત..

ઇરફાન મકરાણી, દેવગઢ બારિયા

 

 

દેવગઢ બારીયા તાલુકાના કાળીડુંગરી ગામે નિર્માણાઘીન પાણીની ટાંકી નીચે પ્લેટોમાં દબાઈ જતા એક નું મોત..

 

 

દાહોદ તા.૧૨

 

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કાળીડુંગરી ગામે નવીન બનતી પાણીની ટાંકા ઉપરથી પ્લેટો નીચે ફેંકતી વેળાએ એક વ્યક્તિ ઉપર પ્લેટો પડતાં પ્લેટો નીચે દબાઈ જવાથી વ્યક્તિનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

 

ગત તા.૧૧મી નવેમ્બરના રોજ કાળીડુગંરી ગામે નવીન બની રહેલ પાણીના ટાંકા ઉપર કામદારો દ્વારા ટાંકા ઉપરથી પ્લેટો નીચે ફેંકતાં હતાં તે સમયે નીચે ઉભેલા કાળીડુંગરી ગામે વેડ ફળિયામાં રહેતાં વિનોદભાઈ ધનાભાઈ પટેલની ઉપર પ્લેટો પડતાં વિનોદભાઈ પ્લેટોની નીચે દબાઈ જતાં તેઓને મોત નીપજ્યું હતું.

 

આ સંબંધે કાળીડુંગરી ગામે વેડ ફળિયામાં રહેતાં કલસીંગભાઈ ધનાભાઈ પટેલે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!