Thursday, 26/12/2024
Dark Mode

દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામેથી પોલીસે ફોરવીલ ગાડી માંથી 2.51 લાખનો ગાંજો ઝડપ્યો:ચાલક સહિત બે સામે ગુનો નોંધાયો..

July 18, 2022
        639
દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામેથી પોલીસે ફોરવીલ ગાડી માંથી 2.51 લાખનો ગાંજો ઝડપ્યો:ચાલક સહિત બે સામે ગુનો નોંધાયો..

ગૌરવ પટેલ, લીમખેડા

 

દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામેથી પોલીસે ફોરવીલ ગાડી માંથી 2.51 લાખનો ગાંજો ઝડપ્યો:ચાલક સહિત બે સામે ગુનો નોંધાયો..

 

દાહોદ તા.૧૮

 

 દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામેથી પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાે કિંમત રૂા. ૩૫,૭૨૦ના જથ્થા સાથે ગાડી મળી કુલ રૂા. ૨,૫૧,૫૫૦ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટકાયત કરી જ્યારે આ ગાંજાે આપનાર ઈસમ વિરૂધ્ધ પણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

ગત તા.૧૭મી જુલાઈના રોજ દેવગઢ બારીઆ તાલુકાની પીપલોદ પોલીસને મળેલ બાતમીના આધારે પીપલોદ ગામે ઓવરબ્રિજ ઉપર વોચ ગોઠવી ઉભી હતી તે સમયે ત્યાંથી એક અલ્ટો ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાની સાથે પોલીસે ગાડીને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીમાં ચાલક વિક્રમભાઈ રણછોડભાઈ ચૌહાણ (રહે. કપડવંજ, જિ.ખેડા)ની અટકાયત કરી હતી અને ગાડીની તલાસી લેતાં તેમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાે કુલ વજન ૩.૫૭૨ કિ.ગ્રા. જેની કુલ કિંમત રૂા. ૩૫,૭૫૦, ચાલક વિક્રમભાઈ પાસેથી રોકડા રૂપીયા ૧૦,૮૩૦, મોબાઈલ ફોન અને ગાડીની કિંમત મળી વિગેરે કુલ કિંમત રૂા. ૨,૫૧,૫૫૦નો મુદ્દામાલ પોલીસે કબજે કરી તેની સઘન પુછપરછ કરતાં આ ગાંજાનો જથ્થો સોરમભાઈ ઉર્ફે જશવંતભાઈ પટેલ (રહે. તોયણી, પટેલ ફળિયુ, તા. દેવગઢ બારીઆ, જિ.દાહોદ) પાસેથી લાવ્યો હોવાનું જણાવતાં પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!