દેવગઢ બારિયા તાલુકાના સેવનીયા ગામેથી LCB પોલીસે ફોરવહીલ ગાડીમાંથી 4.94 લાખનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપ્યો: ચાલક ફરાર.. પોલીસે 4.94 લાખનો વિદેશી દારુ તેમજ 3 લાખની ફોરવીલ ગાડી મળી 7.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.

Editor Dahod Live
2 Min Read

સુમિત વણઝારા

 

દેવગઢ બારિયા તાલુકાના સેવનીયા ગામેથી LCB પોલીસે ફોરવહીલ ગાડીમાંથી 4.94 લાખનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપ્યો: ચાલક ફરાર..

 

પોલીસે 4.94 લાખનો વિદેશી દારુ તેમજ 3 લાખની ફોરવીલ ગાડી મળી 7.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.

 

દાહોદ તા.૦૮

 

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના સેવનીયા ગામેથી દાહોદ એલ.સી.બી. પોલીસે એક મહિન્દ્રા ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂનો રૂા. ૪,૯૪,૩૮૮ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. ૭,૯૪,૩૮૮નો મુદ્દામાલ કબજે કર્યાંનું જ્યારે પોલીસને ચકમો આપી ગાડીનો ચાલક નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.

 

ગત તા.૭મી જુલાઈના રોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે દેવગઢ બારીઆ તાલુકાના સેવનીયા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક મહિન્દ્રા ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી ત્યારે દુરથી પોલીસની નાકાબંધી જાેઈ ગાડીનો ચાલક પીરજાદા અસફાક હુસેન ફકરૂદ્દીન (રહે. પંચમહાલ) નો પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસ ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. ૧૧૧૬ કિંમત રૂા. ૪,૯૪,૩૮૮ અને ગાડીની કિંમત મળી કુલ રૂા. ૭,૯૪,૩૮૮નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ઉપરોક્ત ફરાર ગાડીના ચાલક વિરૂધ્ધ દાહોદ એલ.સી.બી. પોલીસે સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Share This Article