સુમિત વણઝારા
દે. બારીયાના નાની ઝરી ગામે બાઈક સ્લીપ થતાં ચાલકનું મોત…
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના નાનીઝરી ગામે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી અચાનક મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં મોટરસાઈકલના ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા.૧૬મી મેના રોજ કરણભાઈ વાલસીંગભાઈ ભગોરા (રહે. સંતરામપુર રોડ, મોરવા (હ), જિ.પંચમહાલ) પોતાના કબજાની મોટરસાઈકલ લઈદેવગઢ બારીઆ તાલુકાના નાનીઝરી ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. મોટરસાઈકલની વધુ પડતી ઝડપના કારણે મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં કરણભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે સંતરામપુર રોડ, મોરવા (હ), જિ.પંચમહાલ ખાતે રહેતાં વાલસીંગભાઈ ભોદુભાઈ ભગોરાએ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.