Saturday, 15/03/2025
Dark Mode

દાહોદના પરેલમાં પ્રકૃતિ મિત્ર મંડળની પ્લાન્ટેડ સાઈડ પર અકસ્માતે લાગી આગ:પ્રકૃતિ મિત્ર મંડળના કર્મચારીઓ ફાયર ફાઈટરના લશ્કરોએ સમયસર આગ ઓલવી વૃક્ષોને બચાવ્યા

દાહોદના પરેલમાં પ્રકૃતિ મિત્ર મંડળની પ્લાન્ટેડ સાઈડ પર અકસ્માતે લાગી આગ:પ્રકૃતિ મિત્ર મંડળના કર્મચારીઓ ફાયર ફાઈટરના લશ્કરોએ સમયસર આગ ઓલવી વૃક્ષોને બચાવ્યા

જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • દાહોદના પરેલમાં પ્રકૃતિ મિત્ર મંડળની પ્લાન્ટેડ સાઈડ પર અકસ્માતે લાગી આગ
  • પ્રકૃતિ મિત્ર મંડળના કર્મચારીઓ ફાયર ફાઈટરના લશ્કરોએ સમયસર આગ ઓલવી વૃક્ષોને બચાવ્યા

દાહોદ તા.૨૬

દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં આવેલ પ્રકૃતિ મિત્ર મંડળની પ્લાન્ટનેડ સાઈડ ખાતે આજરોજ લગાવેલ વૃક્ષોમાં આકસ્મિક આગ લાગી ફાટી નીકળતા પ્રકૃતિ મિત્ર મંડળના કર્મચારીઓ ફાયર ફાઈટર ના લશ્કર સાથે ઘટનાસ્થળે પહોંચી જઈ આગ પર પાણીનો મારો ચલાવી વૃક્ષોને બચાવી લીધા હતા.

દાહોદના પરેલમાં પ્રકૃતિ મિત્ર મંડળની પ્લાન્ટેડ સાઈડ પર અકસ્માતે લાગી આગ:પ્રકૃતિ મિત્ર મંડળના કર્મચારીઓ ફાયર ફાઈટરના લશ્કરોએ સમયસર આગ ઓલવી વૃક્ષોને બચાવ્યાજાણવા મળ્યા પ્રમાણે આજરોજ દાહોદ પરેલ વિસ્તારમાં રેલ્વેની જમીનમાં આવેલ દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ ના પ્લાન્ટેશન ની જગ્યામાં ઉગાડવામાં આવેલ વૃક્ષો મા અચાનક કોઇ કારણોસર આગ લાગી હોવાની માહિતી પ્રકૃતિ મિત્ર મંડળ ના કર્મચારીઓને થતાં તેઓ તાબડતોડ ફાયર બ્રિગેડના લાશ્કરો પાણીના બંબા સાથે ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા જ્યાં પાણીનો મારો ચલાવી આગને ઓલવવામાં આવી હતી જાણવા મળ્યા પ્રમાણે આગમાં વધુ નુકસાન ન થતા સૌ કોઈએ રાહતનો દમ લીધો હતો. આગ પર પાણીનો મારો ચલાવી આગને ઓલવી દેવામાં આવી હતી.

error: Content is protected !!