Friday, 22/11/2024
Dark Mode

ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાઈ રહેલા કોરોના સંક્રમણને નાથવા વહીવટી તંત્ર એક્શન મોડમાં….સીંગવડ પંથકમાં માસ્ક વગર નીકળતા લોકોના કોરોના ટેસ્ટ કરાયાં:તમામના રિપોર્ટ નોર્મલ આવતા હાશકારો

ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાઈ રહેલા કોરોના સંક્રમણને નાથવા વહીવટી તંત્ર એક્શન મોડમાં….સીંગવડ પંથકમાં માસ્ક વગર નીકળતા લોકોના કોરોના ટેસ્ટ કરાયાં:તમામના રિપોર્ટ નોર્મલ આવતા હાશકારો

  કલ્પેશ શાહ :- સીંગવડ 

સિંગવડ તાલુકાના સિંગવડમાં માસ્ક વગર ફરતા લોકોને વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર દંડ કરીને સ્થળ ઉપર જ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો

સીંગવડ તા.28

સીંગવડ ગામ માં વહીવટી તંત્ર દ્વારા સીંગવડ ગ્રામ પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા કોરોના જનજાગૃતિના ભાગે લોકોને વારંવાર કહેવા છતાં માસ્ક ન પહેરીને આવતા વહીવટીતંત્ર એક કડક વલણ અપનાવતા સિંગવડ ગ્રામ પંચાયત સરપંચ જીવન વહોનીયા સિંગવડ તાલુકાના અધિકારી રણધીકપુર પોલીસ સ્ટાફ આરોગ્ય વિભાગના દાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો નિલેશ સેલોત લેબ ટેકનીશીયન અને ટીમ સામુહિક આરોગ્ય કેન્દ્ર સિંગવડ અને છાપરવડ ના મેડિકલ ઓફિસર ડોક્ટર પ્રીતેશ પટેલ ડોક્ટર યોગેશ પટેલની સમગ્ર ટીમ દ્વારા તથા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શનથી આજે સીંગવડ ખાતે આ તમામ તંત્ર દ્વારા માસ્ક વગર ફરતાં ૫૩ લોકોના સ્થળ ઉપર કોરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જોકે બધા ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા.તથા રંધીપુર પોલીસ પ્રશાસનના સહયોગથી વધુ ટેસ્ટિંગ થવાથી અને અભિયાન ચાલુ કરવાથી હવે ગામડાના લોકો માસ્ક પહેરીને જ આવશે એવું લાગી રહ્યું છે.તથા લોકોએ પોતાની સુરક્ષા માટે ખરેખર માસ્ક પહેરીને જ રાખવો જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ તથા આ બધાના માટે સારું છે તેમ અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું હતું.

error: Content is protected !!