Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ:લોકડાઉનના કપરી પરિસ્થિતીમાં સ્કૂલ ફી તેમજ એડમિશન ફી ઉઘરાવવા બદલ “સેન્ટ સ્ટીફન સ્કૂલના કલાર્ક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

દાહોદ:લોકડાઉનના કપરી પરિસ્થિતીમાં સ્કૂલ ફી તેમજ એડમિશન ફી ઉઘરાવવા   બદલ “સેન્ટ સ્ટીફન સ્કૂલના કલાર્ક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

દાહોદ : લોકડાઉનના કપરી પરિસ્થિતીમાં સ્કૂલ ફી તેમજ એડમિશન ફી ઉઘરાવવા બદલ “સેન્ટ સ્ટીફન સ્કૂલના કલાર્ક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

દાહોદ તા.૦૯ 

દાહોદ શહેરમાં આવેલ સ્ટીફન્સ સ્કુલ દ્વારા લોકડાઉન દરમ્યાન જાહેરનામાનો ભંગ કરી શાળાના વિદ્યાર્થીઓ પાસેથી બાકી ફી વસુલ કરવા તેમજ નવા એડમીશનો આપવા ફોન અને મેસેજ કરી ફી વસુલાત માટે ઉઘરાણી કરનારા આ સ્કુલના ક્લાર્ક સામે દાહોદ શહેર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એક તરફ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને પહોંચી વળવા અને લોકોને બચાવવા માટે સરકાર અથાગ પરિશ્રમ કરી રહી છે. સાથે જ લોકડાઉન જાહેર કરી અનેક જાહેરનામા પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. આ જાહેરનામા પૈકી સરકારી કે પ્રાઈવટ સ્કુલ દ્વારા હાલ ફી તેમજ એડમીશન ફી ઉઘરાવવાની સખ્ત મનાઈ હુકમ પણ કરવામાં આવ્યો છે. લોકોના રોજગાર ધંધા બંધ હોવાથી પૈસા પણ ખુટવા માંડ્યા છે ત્યારે આવા સમયે ઘણી સ્કુલો દ્વારા જાહેરનામાનો રીતસરનો ભંગ કરી સરકારના નીતિ નિયમોનો છડેચોક ઉલ્લંઘન કરી વિદ્યાર્થીઓના વાલીઓ પાસે આવા કપરા સમયમાં પણ ફી તેમજ એડમીશનના નામે પૈસા ઉઘરાવતા સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવો જ એક કિસ્સો દાહોદ શહેરમાં પ્રકાશમાં આવ્યો છે જેમાં હાલ દાહોદ શહેરમાં પણ લોકડાઉન હોઈ આ સમયગાળા દરમ્યાન દાહોદની સ્ટીફન્સ સ્કુલના ક્લાર્ક જસ્ટીન થોમસ સોલંકી દ્વારા આવા લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરી શાળાના વિદ્યાર્થીઓ પાસેથી બાકી ફી વસુલ કરવા તેમજ નવા એડમીશનો આપવા ફોન અને મેસેજ કરી ફી વસુલાત માટે ઉઘરાણી કરી તેમજ જુનીયર કે.જી.માં તા.૨૫.૦૪.૨૦૨૦ થી તા.૨૯.૦૪.૨૦૨૦ દરમ્યાન ૧૪ વિદ્યાર્થીઓને નવા એડમીશન આપી ફી નીયમન સમિતી વડોદરા વિભાગ દ્વારા નક્કી કરવામાં આળેલ ફી કરતા પણ વધુ નાણાં વસુલી કુલ ૧૪ વિદ્યાર્થીના રૂ.૨,૧૦,૦૦૦ લઈ વિદ્યાર્થી કે વાલીઓને તેમની પાસેથી લીધેલ નાણાં બાબતે પહોંચ નહી આપી વિશ્વાસઘાત કરી ઠગાઈ કરી ગુન્હો કર્યાે હોવાનું સામે આવતા દાહોદ શહેર પોલીસે ઉપરોક્ત ક્લાર્ક વિરૂધ્ધ જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

error: Content is protected !!