લીમખેડા તાલુકાના પાણીયા ગામે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર રાંધણ ગેસના બાટલા ભરેલી ગાડી રહેણાંક વિસ્તારમાં પલ્ટી મારતા ચકચાર:અન્ય એક બાટલા ભરેલી ગાડી ચાલકની ભૂલના લીધે રોડથી નીચે ઉતરી:સદ્દભાગ્યે મોટી જાનહાની બનતા ટળી,મૂંગા પશુઓનો આબાદ બચાવ

Editor Dahod Live
2 Min Read

  રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક….  

 

લીમખેડા તાલુકાના પાણીયા ગામે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર રાંધણ ગેસના બાટલા ભરેલી ગાડી રહેણાંક વિસ્તારમાં પલ્ટી મારતા ચકચાર

અન્ય એક બાટલા ભરેલી ગાડી ચાલકની ભૂલના લીધે રોડથી નીચે ઉતરી:સદ્દભાગ્યે મોટી જાનહાની બનતા ટળી

ટ્રકમાંથી દારૂના ક્વાટરીયા મળ્યા:બન્ને ગાડીના ચાલકો પીધેલી હાલતમાં હોવાની આશંકા:

અત્યંત જ્વલનશીલ પદાર્થમાં ગણાતા ગેસની ભરેલી ગાડી દારૂડિયા ચાલકોને આપવી તે કેટલી જોખમી કહેવાય??માનવવસ્તી તેમજ મૂંગા પશુઓનો આબાદ બચાવ થયો 

દાહોદ તા.15

લીમખેડા તાલુકાના પાણીયા ગામે ઇન્દોર નેશનલ હાઇવે પર આજરોજ સાંજના 4 થી 5 વાગ્યાના અરસામાં ગોધરાથી ઇન્ડેન કંપનીના રાંધણ ગેસના બાટલા ભરેલી ટ્રકો દાહોદ તરફ આવી રહી હતી.ત્યારે રસ્તામાં લીમખેડા તાલુકાના પાણીયા

રાંધણગેસના પલટી મારેલા ટ્રકના સમાનમાંથી દારૂની બોટલ (ક્વાંટરીયા)ની તસ્વીર 

ગામે ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા રાંધણ ગેસના બાટલા ભરેલી ટ્રક નજીકમાં આવેલા રહેણાંક મકાનો પાસેના આંગણામાં લાકડાની વાડ સાથે અથડાઈ બે પલટી મારતા આસપાસના લોકોમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે ભેગા થયેલા આસપાસના લોકોએ ટ્રક પાસે આવી તપાસ કરતા ચાલક ફસાયેલી હાલતમાં જોવા મળ્યો હતો.ત્યારબાદ પાછળથી ઇન્ડેન ગેસની

 રાંધણ ગેસના બાટલા ભરેલી બીજી ટ્રક પાલકની ભૂલના કારણે રોડની સાઇડમાં ઉતરી ગયાની તસ્વીર 

આવી રહેલી ગાડીના ચાલકે રાંધણગેસના ભરેલા બાટલાની ગાડી પલટી ખાધેલી હાલતમાં જોતા તેણે ટ્રક હેન્ડબ્રેક માર્યા વગર ચાલુ હાલતમાં ઉભી રાખી જોવા જતા તે ટ્રક પણ ગગડીને નજીકના રોડની સાઈડમાં આવેલા લાકડાની વાડ સાથે અથડાઈને ઉભી રહી ગઈ હતી. જોકે પલટી મારેલી ટ્રકમાંથી દારૂની અડધી ભરેલી બોટલ મળી આવતા આ બંને ટ્રકના ચાલકે પીધેલી હાલતમાંટ્રક

હંકારી રહ્યાં હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે.ત્યારે અત્યંત જ્વલનશીલ પદાર્થમાં ગણાતા રાંધણગેસના ભરેલા બાટલાની ટ્રકોનું સંચાલન દારૂડિયા ચાલકોને સોંપવું ઍ કેટલા અંશે યોગ્ય છે?જો આ ભરેલા બાટલામાંથી એકાદ બાટલો બ્લાસ્ટ થયો અથવા લીકેજ થયો હોત તો કેટલી મોટી જાનહાનિ સર્જાઇ હોત તે કલ્પના બહારનું છે. જોકે ગેસ એજન્સી તેમજ ગેસ કંપનીવાળાઓએ લોકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઇ તમામ બાબતે વેરિફિકેશન કરી જવાબદાર વ્યક્તિને બાટલા ભરેલી ગાડીનું સંચાલન સોંપવું જોઇએ તે જ માનવ હિતમાં અનિવાર્ય છે.

Share This Article