જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાં રાહત:દાહોદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં 12 કેસો નોંધાયા,
જિલ્લા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય તંત્ર કોરોનાની ત્રીજી લહેરની પૂર્વ તૈયારીમાં જોતરાયો
દાહોદ તા.૦૨
દાહોદ જિલ્લામાં આજે માત્ર કોરોનાના ૦૩ પોઝીટીવ કેસો નોંધાયાં છે. પરમ દિવસે શુન્ય, ગઈકાલે ૦૯ અને આજે ૦૩ કેસનો સમાવેશ થયાં છેલ્લા કેટલાંક દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ પણ આરંભ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આર.ટી.પી.સી.આર.ના ૧૪૫૬ પૈકી ૦૦ અને રેપીટ ટેસ્ટના ૬૮૦ પૈકી ૦૩ મળી આજે ૦૩ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આ ૦૩ પૈકી દાહોદ અર્બનમાંથી ૦૧ અને દાહોદ ગ્રામ્યમાંથી ૦૨ કેસનો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય તાલુકાઓમાં આજે શુન્ય કેસ નોંધાયાં છે. આજે પણ કોરોનાથી એકપણ દર્દીનું મોત નીપજ્યું ન હતું. આજે વધું ૧૬ દર્દીઓએ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં ઘટતાં કોરોનાના કેસો અને કોરોનાથી સાજા થતાં દર્દીઓની સંખ્યામાં વધારો થતાં એક્ટીવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો જાેવા મળી રહ્યો છે અત્યાર સુધી ૧૦૪ લોકો કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. દાહોદ જિલ્લામાં કોરોનાનો પોઝીટીવ કુલ આંકડો ૭૦૯૨ને પાર થઈ ગયો છે ત્યારે કુલ મૃત્યુઆંક ૩૩૮ ને પાર થઈ ગયો છે.
——————————–
