Friday, 04/04/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણનો રોકેટ ગતિએ વધારો:જિલ્લામાં આજે રેકોર્ડબ્રેક 45 નવા કેસોના ઉમેરા સાથે ફફડાટ…

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણનો રોકેટ ગતિએ વધારો:જિલ્લામાં આજે રેકોર્ડબ્રેક 45 નવા કેસોના ઉમેરા સાથે ફફડાટ…

જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણનો રોકેટ ગતિએ વધારો: દાહોદ જિલ્લામાં આજે રેકોર્ડબ્રેક 45 નવા કેસોના ઉમેરા સાથે ફફડાટ ફેલાયો
  • કોરોના સંક્રમણના લીધે શહેર સહીત જિલ્લામાં દિવસે દિવસે પરિસ્થિતિ વણસી
  • મોટાભાગના ખાનગી હોસ્પિટલો હોઉંસેફુલ મોટાભાગના ખાનગી હોસ્પિટલો હાઉસફૂલની પરિસ્થતિમાં
  • ઝાયડસ હોસ્પિટલમાં પણ વધારાના બેડ ઉભા કરવાની ફરજ પડી 

દાહોદ તા.૧૨

દાહોદ જિલ્લામાં કોરોના સીઝનના આજે સૌથી રેકોર્ડ બ્રેક કેસ નોંધાયાં છે. આજે એક સાથે ૪૫ કોરોના કેસો નોંધાતાં જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાયો છે. ગત વર્ષે સૌથી વધુ આંકડો ૩૯ કોરોના પોઝીટીવ દર્દીઓનો હતો તે વધીને આ વર્ષે ૩૯નો આંકડો પાર કરીને ૪૫ને પાર કરી ચુંક્યો છે. લગભગ ગત વર્ષ કરતાં કોરોનાની આ બીજી ઈનીંગ વધુ ઘાતક હોવાનું કહેવાઈ રહ્યું છે. બીજી તરફ આજે પણ સતત ત્રીજા દિવસે સત્તાવાર આંકડાઓમાં કોરોનાના આંકડા શુન્ય દર્શાવવામાં આવ્યાં છે.

આર.ટી.પી.સી.આર.ના ૧૨૭૯ પૈકી ૨૪ અને રેપીટ ટેસ્ટના ૨૩૪૨ પૈકી ૨૧ મળી આજે કુલ ૪૫ અને તે પણ રેકોર્ડ બ્રેક આંકડો નોંધાયો છે. આ ૪૫ પૈકી દાહોદ અર્બનમાંથી ૧૦, દાહોદ ગ્રામ્યમાંથી ૦૬, ઝાલોદ અર્બનમાંથી ૦૪, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૫, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૩, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૪, લીમખેડામાંથી ૦૨, ગરબાડામાંથી ૦૬, ફતેપુરામાંથી ૦૩ અને સંજેલીમાંથી ૦૨ કેસ નોંધાયાં છે. આજે માત્ર બે તાલુકાઓ જેમાં સીંગવડ અને ધાનપુર તાલુકો આજે કોરોના સંક્રમણના આંકડાઓમાં બાકાત રહ્યાં છે ત્યારે બીજા અન્ય તાલુકાઓમાંથી કોરોના કેસ સામે આવ્યાં છે. કોરોનાના વધતાં કેસોને લઈ એક્ટીવ કેસોની સંખ્યામાં પણ ભારે તોતિંગ વધારો નોંધાયો છે. દાહોદ જિલ્લાના સરકારી દવાખાનો કોરોના દર્દીઓથી ઉભરાયાં છે. એક્ટીવ કેસોની સંખ્યા વધીને ૨૯૮ને આંબી ગઈ છે. આજે સતત ત્રીજા દિવસે પણ તંત્ર દ્વારા મૃત્યુ આંક શુન્ય દર્શાવતાં સાચા આંકડા દર્શાવવામાં તંત્ર ઢીલાશ દર્શાવી રહી છે. કદાચ સાચા આંકડા દર્શાવવામાં લોકોમાં પેનીક ફેલાઈ શકે? તેવા પણ તજજ્ઞો દ્વારા સુચનો વહેતા થયાં છે જેથી તંત્ર સાચા આંકડા દર્શાવતું નથી પરંતુ સાચા અર્થમાં સાચા આંકડા તંત્ર દ્વારા મુકવામાં આવે તો કદાચ લોકો હાલની પરિસ્થિતી વાકફે થાય અને કોરોના રૂપી રાક્ષસના સંક્રમણને ગંભીરતાં લઈ વધુ સાવચેત રહે. દાહોદ જિલ્લામાં આજે સાંજના ૦૪ વાગ્યાથી કરફ્યુના એલાન સાથે રોજગાર, ધંધા ટપોટપ ૦૪ વાગ્યા બાદ બંધ થવા માંડ્યાં હતાં.

——————————

error: Content is protected !!