દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં 10 દિવસ પૂર્વે મુકાયેલા “ઇન્ક્યુબેટર મશીન”નવજાત શિશુ માટે બન્યો દેવદૂત..ચાર દિવસ પૂર્વે જન્મેલા અને હૃદય રોગ તેમજ શ્વાસોશ્વાસની બીમારીથી પીડાતા નવજાત શિશુને 108 મારફતે અમદાવાદ સારવાર અર્થે ખસેડાયો

Editor Dahod Live
2 Min Read

રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક..

દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં 10 દિવસ પૂર્વે 108 દ્વારા ઝાયડસ હોસ્પિટલમાં મુકાયેલા “ઇન્ક્યુબેટર મશીન”નવજાત શિશુ માટે બન્યો દેવદૂત..

ચાર દિવસ પૂર્વે જન્મેલા અને હૃદય રોગ તેમજ શ્વાસોશ્વાસની બીમારીથી પીડાતા નવજાત શિશુને 108 મારફતે અમદાવાદ સારવાર અર્થે ખસેડાયો..

દાહોદ લોકેશનના EMT સુશીલા પટેલ તેમજ પાઇલોટ બકુલભાઈ પટેલે નવજાત શિશુને સમયસર અમદાવાદ પહોંચાડ્યો…

દાહોદ તા.14

દાહોદમાં અધૂરા માસે જન્મેલા ચાર દિવસના નવજાત શિશુને વધુ સારવાર માટે દાહોદ લોકેશનની ઇમરજન્સી 108 એમ્બયુલેસમાં  ઝાયડસ હોસ્પિટલમાં દસ દિવસ પહેલાં જ ઇમરજન્સી ૧૦૮ દ્વારા ફાળવવામાં આવેલા બેબી ઇન્ક્યુબેટર મશીનની મદદથી અમદાવાદ રીફર કરવામાં આવ્યું હતું.

 સાયન્સ હવે ટેકનોલોજીના ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે આજના આધુનિક યુગમાં સારવારની અધતન ટેકનોલોજીનો પણ વિકાસ થઈ રહ્યો છે. જેના પરિણામ સ્વરૂપ ઝડપી અને સુવિધાયુક્ત સારવાર થકી લોકોને નવજીવન મળી રહ્યો છે. તેઓ જ એક કિસ્સો દાહોદમાં સામે આવ્યો છે. જેમાં દાહોદની રાધાબેન ચેતનભાઈ ભાભોરે અધૂરા માસે બાળકને જન્મ આપ્યો હતો. જે બાદ તેને હાર્ટ અને શ્વાસોશ્વાસની બીમારી જણતા નવજાત બાળકને કાચની પેટીમાં કોઈ ફરજ પડી હતી. તેમજ ચાર દિવસ બાદ આ નવજાત બાળકને બધું સારવારની વધુ સારવાર અર્થે અમદાવાદના યુ.એન.મહેતા હોસ્પિટલમાં મોકલવા માટેની જરૂર જણાઈ હતી. જે બાદ આ બાળકને સુરક્ષિત દાહોદ થી 250 કિલોમીટર દૂર અમદાવાદના યુ.એન.મહેતા હોસ્પિટલ માં મોકલવા માટેની તૈયારીઓ કરવામાં આવી અને હાલમાં જ દસ દિવસ  પહેલા જ ઈમરજન્સી ૧૦૮ દ્વારા દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં મૂકવામાં આવેલા ઇન્ક્યુબેટર મશીનની મદદથી મોકલવા માટે અંતિમ નિર્ણય કરાયો હતો જે બાદ ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવાના EMT સુશીલાબેન પટેલ તેમજ પાઇલોટ બકુલભાઈ પટેલ દ્વારા આ નવજાત બાળકને અમદાવાદ ખાતેના યુએન મેહતા હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો..

108 ઈમરજન્સી સેવા દ્વારા ફાળવયેલા ત્રણ બેબી ઇન્ક્યુબેટર મશીન દાહોદ જિલ્લામાં કાર્યરત..

દાહોદ જિલ્લામાં નવજાત શિશુને પ્રિડીયાટિક સેવામાં મદદરૂપ થાય અને કટોકટીના સમયમાં નવજાત શિશુને એક સ્થળે થી બીજા સ્થળે સારવાર માટે ઉપયોગી રહે તેવા બેબી ઇન્ક્યુબેટર મશીન 10 દિવસ પહેલા GVK EMRI ઈમરજન્સી ૧૦૮ સેવા દ્વારા દાહોદ જિલ્લામાં ત્રણ જગ્યાએ ફાળવવામાં આવ્યા છે. જેમાં એક દાહોદના ઝાયદસ હોસ્પીટલમાં એક ઝાલોદ તાલુકાના લીમડીમાં તેમજ એક દે. બારીયા ખાતેના હોસ્પિટલમાં ફાળવવામાં આવ્યા છે.

Share This Article