રાજેન્દ્ર શર્મા ,દાહોદ લાઈવ ડેસ્ક
વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથ ગરબાડા, ફતેપુરા અને ધાનપુર પહોંચ્યા, લોકોએ હરખભેર કર્યું સ્વાગત

દાહોદ, તા. ૧૪ :
વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથ આજે દાહોદનાં ગરબાડા, ફતેપુરા અને ધાનપુર તાલુકાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કર્યું હતું. વંદે ગુજરાત વિકાસયાત્રાના રથનું ગ્રામજનોએ હરખભેર સ્વાગત કર્યું હતું. વિવિધ ગામોમાં યોજાયેલા કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. ગ્રામજનોને સરકારી યોજનાઓથી માહિતગાર કરાયા હતા. તેમજ વિવિધ યોજનાઓના લાભની પણ વહેંચણી કરાઇ હતી.

વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથ આજે ગરબાડાના વજેલાવ, જેસાવાડા, નઢેલાવ, છરછોડા, ફતેપુરામાં છાલોર, મોટીશેરો, ધાનપુરમાં અગાસવાણી, ઘોડાઝર સહિતના ગામોમાં પહોંચ્યા હતા. ગ્રામજનોએ વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથનું સ્વાગત કર્યું હતું અને કાર્યક્રમમાં સહભાગી થયા હતા. ગ્રામજનોને આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભ અપાયા હતા. ગ્રામજનોએ રથ સાથે દર્શાવાતી વિકાસની ફિલ્મને રસપૂર્વક નિહાળી હતી. ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી અપાઇ હતી. કાર્યક્રમ સ્થળે ભવાઇ પણ યોજાઇ હતી. ભવાઇના માધ્યમથી લોકોને વિવિધ યોજનાઓ તેમજ જરૂરી બાબતો વિશે સમજ અપાઇ હતી. આ વેળા મહાનુભાવો, અધિકારીશ્રીઓએ વૃક્ષારોપણ પણ કર્યું હતું.

વંદે ગુજરાત વિકાસયાત્રાના રથ આવતી કાલે તા. ૧૫ જુલાઇના રોજ ગરબાડાના પાંદડી, અભલોડ, ફતેપુરાના લીમડીયા, વલુન્ડી તેમજ ધાનપુરના સીમામોઇ, ટોકરવા તેમજ બારીયા નગરપાલિકા પહોંચશે.
