રાજેશ વસાવે, દાહોદ
દાહોદ તાલુકાના ખજૂરી ગામે જમીનમાંથી શેઢો કાઢવા બાબતે ત્રણ ઈસમો લોખંડની પાઇપ લઇ બે વ્યક્તિઓ ઉપર તૂટી પડ્યા..
દાહોદ તા.૦૪
દાહોદ તાલુકાના ખજુરી ગામે જમીન સંબંધી મામલે મહિલા સહિત ત્રણ ઈસમો દ્વારા બે વ્યક્તિઓને લોખંડની પાઈપ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.૦૨ જુલાઈના રોજ દાહોદ તાલુકાના ખજુરી ગામે સ્ટેશન ફળિયામાં રહેતાં ડોડીયાર બદીયાભાઈ હુરસીંગભાઈ, શૈલેષભાઈ બદીયાભાઈ ડોડીયાર અને મુન્નીબેન શૈલેષભાઈ ડોડીયારનાઓએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે હાથમાં લોખંડની પાઈપ લઈ પોતાના ગામમાં રહેતાં અરવિંદભાઈ દલુભાઈ ડોડીયારના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તમે કેમ અમારી જમીનનો શેઢો ખેડેલ છે, તેમ કહેતાં અરવિંદભાઈ તથા તેમના પરિવારજનોએ ગાળો બોલવાની ના પાડતાં અને આપડે પંચો રૂબરૂ વાત કરીશું, તેમ કહેતાં ઉપરોક્ત ત્રણેય જણા એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને લોખંડની પાઈપ વડે રસુલભાઈ અને પરસુભાઈને માથાના ભાગે, શરીરે તેમજ હાથે પગે મારી તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે અરવિંદભાઈ દલુભાઈ ડોડીયારે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
