સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ દાહોદ બીજેપીના સંગઠનમાં હોદેદારો નિમાયા..

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ દાહોદ બીજેપીના સંગઠનમાં હોદેદારો નિમાયા

બીજેપી પ્રદેશ અધ્યક્ષ જોડે પરામર્શ બાદ દાહોદના સંગઠનમાં હોદેદારો નિમાયા 

દાહોદ તા.૨૮

પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી.આર.પાટીલ, ઝોન મહામંત્રી અને જિલ્લાના પ્રભારીઓ સાથે પરામર્શ થયા મુજબ આજરોજ દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના વિવિધ જિલ્લા મોરચના પ્રમુખ, મહામંત્રી અને હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી.

જિલ્લાના હોદ્દેદારોમાં ભરતભાઈ વાલુભાઈ પારગીને જિલ્લા ઉપપ્રમુખ, પાર્વતીબેન સનુભાઈ ડાંગીને જિલ્લા ઉપપ્રમુખ, ચંદુભાઈ બચુભાઈ ગણાવાને જિલ્લા ઉપપ્રમુખ, રશીલાબેન સરદારસિંહ બારીયાને જિલ્લા ઉપપ્રમુખ, બિરજુભાઈ પુનમચંદ ભગતને જિલ્લા ઉપપ્રમુખ, કનૈયાલાલ બચુભાઈ કિશોરીને જિલ્લા મહામંત્રી, ભરતસિંહ વજેસિંહ સોલંકીને જિલ્લા મંત્રી, અનિલકુમાર શાંતિલાલ અગ્રવાલને જિલ્લા મંત્રી અને પંકજભાઈ પ્રહલાદભાઈ અગ્રવાલને જિલ્લા કોષાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી.
યુવા મોરચામાં મોહિતભાઈ નટવરભાઈ ડામોરને ફતેપુરાના પ્રમુખ, અલયભાઈ દિલીપભાઈ દરજીને દાહોદ શહેરના મહામંત્રી, રાહુલભાઈ બળવંતભાઈ રાવતને લીમખેડાના મહાંમત્રી, મહિલા મોરચામાં મેઘાબેન પરેશકુમાર પંચાલને દાહોદ શહેર પ્રમુખ, મીરાબેન રમેશભાઈ પરમારને ધાનપુરના મહામંત્રી, રીટાબેન બાબુભાઈ નિનામાને ઝાલોદ ગ્રામ્ય (ફતેપુરા)ના મહામંત્રી, એસ.ટી.મોરચામાં અમીતભાઈ ગોવિંદસિંહ મિનામાને દાહોદ નગર મહામંત્રી, રામાભાઈ દલાભાઈ કટારાને લીમખેડાના મહામંત્રી, ભારતસિંહ નારસીંગભાઈ કટારાને દાહોદ ગ્રામ્ય (ગરબાડા) ના મહામંત્રી, એસ.સી. મોરચામાં જીતેન્દ્રભાઈ કાંતિલાલ શ્રીમાળી ઝાલોદ શહેર પ્રમુખ, નાનાભાઈ ધુળાભાઈ વણકર મહામંત્રી સંજેલી (ફતેપુરા), વિજયભાઈ હોશીયારભાઈ પીઠાયા દાહોદ શહેર મહામંત્રી, કિશાન મોરચામાં નવનીતભાઈ કેશુભાઈ પટેલ ઝાલોદ ગ્રામ્ય પ્રમુખ, સુરેન્દ્રસિંહ કનકસિંહ સોલંકી સંજેલી(ફતેપુરા) મહામંત્રી, ભારતસિંહ ભુરાભાઈ પટેલ ધાનપુર (દેવગઢ બારીઆ) મહામંત્રી, બક્ષીપંચ મોરચામાં સરદારભાઈ ચતુરભાઈ પટેલ લીમખેડાના પ્રમુખ, સુરસીંગભાઈ હિરાભાઈ ચૌહાણ દેવગઢ બારીઆ ગ્રામ્ય મહામંત્રી, કચરૂભાઈ નવલાભાઈ પ્રજાપતિ ફતેપુરા મહામંત્રી, લઘુમતિ મોરચામાં રજાકભાઈ ઈબ્રાહીમભાઈ પટેલ ઝાલોદ પ્રમુખ, ર્ડા. નિઝામુદ્દીન મોઈમુદ્દીન કાઝી દાહોદ શહેર મહામંત્રી અને મારીઆબેન સજ્જાદભાઈ ભાટીયા મહામંત્રી દાહોદ શહેરની વરણી કરવામાં આવી હતી.

Share This Article