Saturday, 27/11/2021
Dark Mode

દાહોદ જિલ્લાના NHM ના એક મહિલા સહીત 8 અગ્રણી કર્મચારીઓ હડતાલ પર ઉતરતા કોરોના ગાઇડલાઇનના ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધાઇ

May 23, 2021
        4172
દાહોદ જિલ્લાના NHM ના એક મહિલા સહીત 8 અગ્રણી કર્મચારીઓ હડતાલ પર ઉતરતા કોરોના ગાઇડલાઇનના ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધાઇ

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ જિલ્લાના NHM ના એક મહિલા સહીત 8 અગ્રણી કર્મચારીઓ હડતાલ પર ઉતરતા કોરોના ગાઇડલાઇનના ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધાઇ 

 પોતાની પડતર માંગણીઓને લઈ 433 તેમના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા બાદ તેઓના રાજીનામાનો સ્વીકાર કરી સરસ્વતી છુટા કર્યા હતા.

 તેમના કર્મચારીઓને આરોગ્ય અધિકારીને ફરજ પર પુનઃ હાજર કરવા વકીલ મારફતે નોટિસ મોકલાવી હતી.

દાહોદ તા.૨૨

દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગમાં એનએચએમ અંતર્ગત ફરજ બજાવતાં ૪૩૩ જેટલા કર્મચારીઓએ સામુહિક રાજીનામા આપ્યાં બાદ આ રાજીનામાં સંલગ્ન તંત્ર દ્વારા સ્વીકારી લેવાતાં કર્મચારી મંડળમાં પણ એક પ્રકારની સ્તબ્ધતાં સાથે ચકચાર વ્યાપી જવા પામી હતી ત્યારે આજરોજ આ સંદર્ભે દાહોદ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા કોરોના મહામારીના સંજાેગોમાં હડતાળ પર આ કર્મચારીઓ ઉતરી જતાં નિયમોનું ભંગ જણાતાં એનએચએમના મહિલા સહિત ૮ કર્મચારીઓ વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં આરોગ્ય વિભાગ સહિત જિલ્લા વહીવટી તંત્ર સમેત પ્રજાજનોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

દાહોદ જિલ્લાના ૪૩૩ કર્મચારીઓ પોતાની માંગ ન સંતોષાતા તારીખ ૧૨ મેથી હડતાળ પર હતા અને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ સાથે ફરજ બજાવતા હતા ત્યારે ૧૫ મેના રોજ તેમણે આંદોલનના અંતિમ ચરણમાં આ તમામ કર્મચારીઓએ સામુહિક રાજીનામા ધરી દેતાં તે તમામના રાજીનામાનો સ્વીકાર કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. આ કર્મચારીઓએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને વકીલ મારફતે એક નોટીસ પણ આપી હતી તેમાં જણાવવામાં આવ્યુ છે કે, આ કર્મચારીઓએ કોઇ રાજીનામાં આપ્યાં નથી તેમાં તેમની સહી પણ નથી જેથી તેમને છુટા કરી શકાય નહી તેમ જણાવી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને ચેતવણી આપવામાં આવી છે કે જાે આ તમામ કર્મચારીઓને ફરજ પર હાજર કરવામાં નહી આવે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ સમગ્ર મામલે દાહદોદ તાલુકા હેલ્થ ઓફિસ ર્ડા.ભગીરથસિંહ નવલસિંહ બામણીયાએ આજરોજ દાહોદ તાલુકા પોલીસ મથકે પહોંચી દાહોદ જિલ્લામાં એનએચએમમાં ફરજ બજાવતાં કર્મચારી (૧) આશિષભાઈ પરમાર (રહે.બોરડી,પી.એચ.સી), (૨) ર્ડા.અસ્મીતાબેન પટેલ (રહે.ઘુઘસ, પીએચસી,તા.ફતેપુરા,જિ.દાહોદ), (૩) ર્ડા. હાર્દિક વ્યાસ (રહે. અર્બન હેલ્થ સેન્ટર, દેવદઢ બારીઆ), (૪) ર્ડા. સોનલ નાયક (રહે. ઢઢેલા, પી.એચ.સી., તા.લીમખેડા), (૫) ર્ડા. હીરલ દેસાઈ (રહે.પી.એચ.સી. બોરવાણી, તા.દાહોદ), (૬) મયુર પંચાલ (રહે. તાલુકા આરોગ્ય કચેરી ઝાલોદ), (૭) મુકેશ પટેલ (રહે. તાલુકા આરોગ્ય કચેરી, ધાનપુર) અને (૮) નરેન્દ્ર સંગાડા (રહે.તાલુકા આરોગ્ય કચેરી, ગરબાડા) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે, ઉપરોક્ત આઠેય જણાએ પોતાની પગાર વધારાની વિવિધ માંગણીઓ લગત હડતાળ ઉપર ઉતરી કોરોનાનો રોગચાળો ચાલતો હોઈ તેમજ વાવાઝોડાની કપરી પરિસ્થિતી હોય અધિકારી, કર્મચારીઓને હડતાળ કે, ફરજ ઉપરથી અળગા રહેવા બાબતે હુકમ થયેલા હોવા છતાં આળા સંજાેગોમાં હડતાળ ઉપર ઉતર્યાં હતાં. આ બાબતની ફરિયાદ ર્ડા. ભગીરથસિંહ નવલસિંહ બામણીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે આપતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

———————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!