દાહોદને વધુ ગ્રીન બનાવવા 108 ઇમરજન્સી સેવાની નવી પહેલ: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વર્ષારોપણ કરી નગરને હરિયાળું બનાવવા નેમ લીધી
દાહોદ તા.05

જીવીકે ઇ.એમ.આર.આઈ ૧૦૮ ઈમરજન્સી સેવા ના કર્મચારીઓ 24 કલાક ઇમરજન્સી કેસ માટે ખડેપગે હોય છે અને લોકોનો જીવ બચાવવા માટે કટિબદ્ધ બન્યા છે, મહામારી સામે લોકોના જીવ બચાવવાની સાથે સાથે આજરોજ તારીખ 5 જૂન 2022 નાં રોજ દાહોદ જિલ્લા ના ડોકટર સ્ટાફ અને જીવીકે ઇ.એમ.આર.આઈ ૧૦૮

ઇમરજન્સી સેવાના તેમજ અન્ય પ્રોજેક્ટનાં કર્મચારીઓએ સાથે મળી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી અને વૃક્ષારોપણ કરી પ્રકૃતિને પણ નવું જીવન આપવાનો સંકલ્પ કર્યો હતો.
તેમજ જિલ્લા ના અલગ અલગ લોકેશન પર વિવિધ જાત ના વૃક્ષરોપી ગ્રીનસિટી ને વધુ ગ્રીન કરવાની પહેલ સાર્થક કરી હતી,

આ કાર્યક્રમમાં CHC- PHC ના સ્ટાફ અને દાહોદ જિલ્લા ના એક્સક્યુટીવ શ્રી મનોજ વિશ્વકર્મા , જમીલહુસૈન શૈખ તથા અન્ય સ્ટાફ સાથે ૧૦૮ સેવા ના કર્મચારી ઓ હાજર રહ્યા હતા..
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે EMT 108 કર્મચારી ઓ દ્વારા નવાફળિયા CHC ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ગરબાડા તાલુકા ની સરકારી હોસ્પિટ નવાફળિયા ખાતે EMT 108 ના સ્ટાફ અને તબીબોબ દ્વારા વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશો પાઠવ્યો હતો. જેમાં ગ્લોબલ વોર્મીગ સહિતની વૈશ્વિક સમસ્યાઓ વૃક્ષો વાવીને દૂર કરી શકાય અને ને પ્લાસ્ટીક મુક્ત કરી, હરિયાળું

બનાવવાનો સંદેશો વિશ્વ પર્યાવરણદિવસે સંકલ્પ લીધો હતો. જેમાં નવાફલીયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટર આર કે મેહતા પણ ઉપસ્થિત રહ્યા હતા
