દાહોદ જિલ્લામાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૮૭.૩૬ જેટલું ઉંચુ પરિણામ: જિલ્લામાંથી એ – ૧ ગ્રેડમાં માત્ર પાંચ વિદ્યાર્થીઓનો સમાવેશ
દાહોદ તા.૦૪
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આજરોજ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ૮૭.૩૬ ટકા જાહેર થયું હતું. આ વર્ષે દાહોદ જિલ્લામાંથી એ – ૧ ગ્રેડમાં માત્ર પાંચ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. દાહોદ જિલ્લામાં આજે વહેલી સવારથી જ શાળાઓમાં વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ જાેવા મળ્યાં હતાં અને પરિણામ જાહેર થતાં કહી ખુશી કહી ગમનો માહોલ પણ જાેવા મળ્યો હતો.
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે શિક્ષણ વિભાગ પર પણ ખાસ્સી એવી અસર જાેવા મળી હતી. વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણનો સહારો લઈ અભ્યાસ કરી રહ્યાં હતાં અને શિક્ષણ વિભાગ દ્વારા કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને ગ્રેડ પ્રમોશન આપી પાસ કરવામાં આવતાં હતાં ત્યારે બે વર્ષ બાદ સ્થિતિ કાબુમાં આવતાં આ વર્ષે ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી ત્યારે આજે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું. દાહોદ જિલ્લામાં વહેલી સવારથી વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓનો ઘસારો શાળાઓમાં જાેવા મળ્યો હતો તો બીજી તરફ ઓનલાઈન પરિણામ જાેવા માટે પણ ઓનલાઈન દુકાનો પર ભીડ જાેવા મળી હતી. દાહોદ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું ૮૭.૩૬ ટકા પરિણામ જાહેર થયું હતું. દાહોદ જિલ્લામાં આ વર્ષે ૧૦૫૮૭ વિદ્યાર્થીઓ નોંધાંયાં હતાં જેમાંથી ૧૦૪૩૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પૈકી માત્ર દાહોદ જિલ્લામાંથી ૦૫ વિદ્યાર્થીઓનો એ – ૧ ગ્રેડમાં સમાવશ થયો હતો ત્યારે એ – ૨ ગ્રેડમાં ૨૭૨, બી – ૧ ગ્રેડમાં ૧૪૧૭, બી – ૨ ગ્રેડમાં ૨૮૭૦, સી – ૧ ગ્રેડમાં ૨૯૭૦, સી – ૨ ગ્રેડમાં ૧૪૮૧, ડી ગ્રેડમાં ૯૪ અને ઈ – ૧ ગ્રેડમાં ૦૩ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે જ્યારે ૧૪૭૫ વિદ્યાર્થીઓ નાપાસ થયાં હતાં.
દાહોદ જિલ્લાના કેન્દ્ર પ્રમાણે પરિણામની વાત કરીએ તો, દાહોદ કેન્દ્રનું ૮૨.૭૭ ટકા પરિણામ જાહેર થયું હતું. દાહોદ કેન્દ્રમાં કુલ ૧૦૦૭ વિદ્યાર્થીઓ નોંધાંયાં હતાં જેમાંથી ૧૦૦૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. લીમખેડા કેન્દ્રનું ૮૮.૬૯ ટકા પરિણામ જાહેર થયું જેમાં ૯૧૧ વિદ્યાર્થીઓ પૈકી ૮૯૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગરબાડા કેન્દ્રનું ૯૩.૫૪ ટકા પરિણામમાં ૮૧૩ પૈકી ૮૦૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. કતવારાનું ૯૫.૨૪ ટકા પરિણામમાં ૩૪૧ પૈકી ૩૩૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેસાવાડા કેન્દ્રનું ૯૬.૨૩ ટકા પરિણામમાં ૩૪૭ વિદ્યાર્થીઓ પૈકી ૩૪૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ઉકરડી કેન્દ્રનું ૯૬.૨૩ ટકા પરિણામમાં ૪૮૬ વિદ્યાર્થીઓ પૈકી ૪૮૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાછરડા હિમાલા કેન્દ્રનું ૯૨.૦૨ ટકા પરિણામમાં ૩૬૪ વિદ્યાર્થીઓ પૈકી ૩૫૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અભલોડ કેન્દ્રનું ૯૬.૯૬ ટકા પરિણામમાં ૫૬૦ વિદ્યાર્થીઓ પૈકી ૫૫૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. દાસા કેન્દ્રનું ૯૦.૫૪ ટકા પરિણામમાં ૬૧૬ વિદ્યાર્થીઓ પૈકી ૬૧૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પીપેરો કેન્દ્રનું ૬૬.૮૦ ટકા પરિણામમાં ૨૪૭ પૈકી ૨૪૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પીપલોદ કેન્દ્રનું ૮૧.૪૭ ટકા પરિણામમાં ૫૨૪ વિદ્યાર્થીઓ પૈકી ૫૧૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ઝાલોદ કેન્દ્રનું ૯૨.૮૭ ટકા પરિણામમાં ૮૫૧ પૈકી ૫૭૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. લીમડી કેન્દ્રનું ૮૬.૪૫ ટકા પરિણામમાં ૮૯૩ પૈકી ૮૭૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સંજેલી કેન્દ્રનું ૬૫.૬૮ ટકા પરિણામમાં ૩૮૭ પૈકી ૩૭૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. સુખસર કેન્દ્રનું ૭૨.૯૩ ટકા પરિણામમાં ૪૫૮ પૈકી ૪૪૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. કારઠ કેન્દ્રનું ૯૫.૮૦ ટકા પરિણામમાં ૨૮૯ પૈકી ૨૮૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આફી હતી. સાગટાળા કેન્દ્રનું ૯૪.૦૬ ટકા પરિણામમાં ૫૮૦ વિદ્યાર્થીઓ પૈકી ૫૭૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ફતેપુરા કેન્દ્રનું ૮૭.૩૨ ટકા પરીક્ષામમાં ૬૩૪ વિદ્યાર્થીઓ પૈકી ૬૨૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
———————
