દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતનો સીલસીલો યથાવત: ઝાલોદમાં ટ્રેલરે ફોરવીલ ગાડીને અડફેટે લેતાં બેનાં મોત
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં એક ટ્રેલરના ચાલકે એક ફોર વ્હીલરને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં ફોર વ્હીલર ગાડીમાં સવાર બે જણાના ઘટના સ્થળ પર મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ઝાલોદ તાલુકાના વરોડ ગામે જટાવા ફળિયામાં રહેતાં મહેશભાઈ મહેન્દ્રભાઈ ભુરીયા તથા તેમની સાથે અનીલભાઈ મુળજીભાઈ નીસરતા એમ બંન્ને જણા ગત તા.૨૭મી મેના રોજ પોતાના કબજાની એક ફોર વ્હીલર ગાડી લઈ ઝાલોદ નગરના સરકારી દવાખાના મકાનના આગળના હાઈવે પરથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે ત્યાંથી એક ટ્રેલરના ચાલકે પોતાના કબજાનું ટ્રેલર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મહેશભાઈની ફોર વ્હીલરને જાેશભેર ટક્કર મારતાં ફોર વ્હીલર ગાડીમાં સવાર મહેશભાઈ અને અનીલભાઈ બંન્નેને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું ઘટના સ્થળ પરજ મોત નીપજ્યું હતું.
આ સંબંધે ઝાલોદ તાલુકાના વરોડ ગામે જટાવા ફળિયામાં રહેતાં સંજયકુમાર રમેશભાઈ નીસરતાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
——————————————–
