ઝાલોદ તાલુકાના રાજપુર ગામે ટ્રક ચાલકે પેસેન્જર ભરેલા છકડાને અડફેટે લીધો:બેના મોત, અન્ય પેસેન્જરો ઇજાગ્રસ્ત…
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રાજપુર ગામે એક ટ્રકના ચાલકે પેસેન્જર ભરેલ એક રેકડાને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં રેકડામાં સવાર પેસેન્જરો પૈકી બે પેસેન્જરોને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં બંન્નેના મોત નીપજ્યાં હતાં જ્યારે અન્ય પેસેન્જરોને પણ શરીરે ઈજાઓ થતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગત તા.૨૮મી મેના રોજ ઝાલોદ તાલુકાના રાજપુરા ગામે એક ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી પેસેન્જર ભરે એક રેકડો પસાર થતાં રેકડાને જાેશભેર ટક્કર મારતાં રેકડો પલ્ટીને રસ્તાની સાઈડમાં ખાબકી પડ્યો હતો. રેકડામાં સવાર પેસેન્જરો પૈકી ઝાલોદ તાલુકાના ગરાડું ગામે કજેલી ફળિયામાં રહેતાં કાળુભાઈ ગળ્યાભાઈ ડામોર તથા અભેસીંગભાઈ દલસુખભાઈ વાદી બંન્નેને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ઈજાગ્રસ્ત પેસેન્જરોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.
આ સંબંધે ઝાલોદ તાલુકાના ગરાડું ગામે કજેલી ફળિયામાં રહેતાં વિરસીંગભાઈ કાનજીભાઈ ડામોરે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————
