સુમિત વણઝારા
દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધારાસભ્યને આવેદનપત્ર આપી રજૂઆત કરી
દાહોદ,તા 14.
પ્રાપ્ત માહિતી અનુસાર 133 વિધાનસભાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા ને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના ફરે સર્વ કરવા તથા અન્ય પ્રશ્ન આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્ય કર્મચારી ઓના બનેલા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી ગુજરાત રાજ્યમાં નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા આવાં અનુસાર આજે તારીખ 14 એપ્રિલ ડોક્ટર બાબા આંબેડકર સાહેબ ની જન્મ જયંતી એ બંધારણ પેન્શન અધિકાર દિવસ તરીકે ઉજવણી કરી અને ગુજરાતમાં જૂની પેન્શન યોજના પૂર્ણ ચાલુ કરવા લાગણી અને માગણી સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં ગરબાડા તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા
