Sunday, 13/07/2025
Dark Mode

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઘોડાઝર ગામની ઘટનાથી અરેરાટી:પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળી પરિણીતાએ બે બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું

May 19, 2021
        1419
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઘોડાઝર ગામની ઘટનાથી અરેરાટી:પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળી પરિણીતાએ બે બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું

જીગ્નેશ બારીયા :- દાહોદ 

પતિ અને સાસરિયાઓ ના ત્રાસથી કંટાળી પરિણીતાએ બે બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઘોડાઝર ગામની ઘટનાથી અરેરાટી

અમાનુષી ત્રાસ ગુજારી પરિણીતા ને આપઘાત કરવા મજબૂર કરવા બદલ પતિ સાસુ અને સસરા સામે ગુનો દાખલ

દાહોદ તા.20

ધાનપુર તાલુકામાં આવેલા ઘોડાઝર ગામની ૩૨ વર્ષીય પરિણીતાનો તેના પતિ તથા સાસુ-સસરાના અસહ્ય ત્રાસથી કંટાળી જઈને તેના બે સંતાનો સાથે લીમખેડાના બાર ગામે એક કૂવામાં ઝંપલાવી સામૂહિક આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે

લીમખેડા તાલુકામાં આવેલા રઈ ગામના ધાણકિયાં ફળિયામાં રહેતા ધીરસિંગ ભાઈ નાના ભાઈ ધાણકિયાની પુત્રી ટીનાબેનના લગ્ન આજથી 9 વર્ષ પહેલા ધાનપુર તાલુકાના ઘોડાઝર ગામના રાજેશ શંકર ચૌહાણ સાથે જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયા હતા.તેમના સુખી દાંપત્યજીવનમાં વસ્તારમાં બે સંતાનો અવતર્યા હતા. જેમાં છ વર્ષનો નિકુંજ અને અઢી વર્ષની દીકરી મહેશ્વર બેન સહિત બે સંતાનો હતા. થોડાક વર્ષો તેમનો ઘરસંસાર સારી રીતે ચાલ્યા બાદ આ ટીના બેનને તેનો પતિ રાજેશ શંકર ચૌહાણ તથા તેના સસરા શંકર ચંદ્રસિંહ ચૌહાણ સાસુ સોકલી બેન શંકર ચૌહાણ આમ ત્રણેય શખ્સો ભેગા મળીને એકબીજાની મદદગારી કરી ટીનાબેનને અવારનવાર મારઝૂડ કરી મેણા-ટોણા મારીને શારીરિક તથા માનસિક રીતે ત્રાસ આપવા લાગ્યા હતા.અને તેને જમવાનું આપતા ન હતા. જમવાનું બનાવવાનું સરસામાન પણ સંતાડી દેતા હતા ઉપરાંત પરિણીતા ટીના બેન ને વારંવાર મારઝૂડ કરી બેભાન અવસ્થામાં કરી દેતા હતા.તું હજી જીવે છે.મરી કેમ ના ગઈ તેમ જણાવી મેણા-ટોણા મારીને શારીરિક તથા માનસિક ત્રાસ આપી મરી જવા માટે પ્રેરિત કરવા લાગ્યા હતા તેથી આવા અસહ્ય ત્રાસથી કંટાળી જઈને ગઈકાલે સવારમાં આ ટીનાબેન સાસરીમાંથી તેના બે સંતાનો સાથે ઘરેથી ક્યાંક નીકળી ગઈ હતી.અને પિયરમાં જવાના રસ્તા ઉપર આવેલા લીમખેડા તાલુકાના બાર ગામે પહોંચી એક ઉંડા કૂવામાં તેના છ વર્ષનો પુત્ર નિકુંજ અને અઢી વર્ષની પુત્રી મહેશ્વર બેન સાથે ટીનાબેને કૂવામાં ઝંપલાવી આયખુ ટુંકાવી લીધું હતું.આમ પતિ અને સાસુ સસરાના અસહ્ય ત્રાસથી કંટાળીને તેના બે સંતાનો સાથે માતાના સામૂહિક આપઘાતથી તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી

   આ બનાવ સંદર્ભે મૃતક ટીના બેનના પિતા ધીરસીંગભાઇ નાનાભાઈ ધાણકિયાએ નોંધાવેલી ફરિયાદના પગલે લીમખેડા પોલીસે તેના પતિ રાજેશ તથા સસરા શંકર ભાઈ અને સાસુ સોકલી બેન વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!