સુમિત વણઝારા – લીમડી
દાહોદના મોટર સાયકલ ચાલકે 1962 કરુણા એમ્બ્યુલન્સ અને મારી ટક્કર…
દાહોદ તા.21
દાહોદ શહેરમાં એક મોટરસાઇકલ ચાલકે પોતાનું વાહન પુરઝડપે તેમજ ગફલત રીતે હંકારી લાવી કરુણા એમ્બ્યુલન્સ ને ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેરમાં ગતરોજ Gj -01-DS-9822 નંબરના વાહન ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે ગફલતભરી રીતે હંકારી લાવી Gj-18-GB-0663 નંબરની પશુઓની સારવાર કરતી 1962 કરુણા એમ્બ્યુલન્સને આગળના ભાગે જોશભેર ટકકર મારી રૂપિયા 15000 નુકસાન કરી ભાગી ગયો હતો.
ઉપરોકત બનાવ સંદર્ભે દાહોદ તાલુકાના ખરોડ સડક ફળીયાના રહેવાસી સંતોષભાઈ દીતાભાઈ અડ એ દાહોદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા રાહુલ ટાઉન પોલીસે વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
