Wednesday, 15/01/2025
Dark Mode

દેવગઢ બારિયા તાલુકાના વડોદર ગામે ચૂંટણી અદાવતે ચાર ઈસમોએ પરણિતા જોડે ઝગડો કરી મહિલા સાથે શારીરિક છેડછાડ કરી..

March 20, 2022
        595

દે.બારીયા તા.20

દેવગઢ બારિયા તાલુકાના વાડોદર ગામે ચૂંટણીની અદાવતે તકરાર થઈ હતી.ચાર જેટલા ઈસમોએ એક પરિણીતા સાથે ઝઘડો કરી મહિલા સાથે શારીરિક છેડછાડ કરતાં મહિલા દ્વારા પીપલોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું .

ગત તારીખ 19 મી માર્ચના રોજ દેવગઢ બારિયા તાલુકાના વાડોદર ગામે નિશાળ ફળિયામાં રહેતો દિવાકર ચંદુભાઇ પટેલ , જશવંત છગનભાઈ પટેલ , ગણપત જવેરભાઈ પટેલ અને નટવર બાબુભાઈ પટેલ એકસંપ થઇ દેવગઢ બારીયા તાલુકામાં રહેતી 31 વર્ષીય પરિણીતાના ઘરે ગયા હતા . તેમણે પરણિતાને બેફામ ગાળો બોલી તમે અગાઉ ચૂંટણીમાં અમારા પક્ષે રહ્યા નહોતા અને અમને વોટ નહોતો આપ્યો કહી મહિલા સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા . જેમાં તેમણે મહિલાની સાડી ખેંચી તથા ખેંચતાણ કરી મહિલાની શારીરિક છેડછાડ કરતાં આ સંબંધે મહિલા દ્વારા પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી . પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!