દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે પોલીસે વોચ દરમિયાન ફિલ્મી ઢબે પીછો કરતા બુટલેગરો વાહનો મૂકીને ભાગ્યા: પોણા પાંચ લાખના વિદેશી દારૂ મળી 10.39 લાખનો મુદ્દામાલ જપ્ત: ચાર ઈસમો સામે ગુનો નોંધાયો

Editor Dahod Live
2 Min Read

દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે પોલીસે વોચ દરમિયાન ફિલ્મી ઢબે પીછો કરતા બુટલેગરો વાહનો મૂકીને ભાગ્યા: પોણા પાંચ લાખના વિદેશી દારૂ મળી 10.39 લાખનો મુદ્દામાલ જપ્ત: ચાર ઈસમો સામે ગુનો નોંધાયો

દાહોદ તા.૦૭

 દાહોદ તાલુકાના મોટીખરજ ગામેથી પોલીસે એક પીકઅપ ફોર વ્હીલર અને એક અલ્ટો ફોર વ્હીલર ગાડીનો પીછો કરતાં પીકઅપ ગાડીમાં સવાર ચાલકો સહિત ચાર જણા પોતાના કબજાના વાહનો સ્થળ પર મુકી નાસી જતાં પોલીસે બંન્ને વાહનોમાંથી કુલ રૂા. ૪,૭૯,૦૪૦ના વિદેશી દારૂના જથ્થા સાથે બંન્ને વાહનોની કિંમત મળી કુલ રૂા. ૧૦,૩૯,૦૪૦નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે.

 ગત તા.૦૬ માર્ચના રોજ દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે મોટીખરજ ગામે વોચ ગોઠવી ઉભા હતાં તે સમયે ત્યાંથી એક પીકઅપ ફોર વ્હીલર અને એક અલ્ટો ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને બંન્ને ગાડીઓને ઉભી રાખવા ઈસારો કરતાં ગાડીના ચાલકોએ પોતાના કબજાના વાહનો ભગાવતાં પોલીસે ગાડીઓનો પીછો કરતાં પોલીસને પીછો કરતાં જાેઈ ગાડીમાં સવાર શંકરભાઈ માનસીંગભાઈ પરમાર (રહે. વરમખેડા, તા.જિ.દાહોદ), રાહુલભાઈ રતનાભાઈ પરમાર (રહે. મોટીખરજ, તા.જિ.દાહોદ), સમીરભાઈ શંકરભાઈ પરમાર (રહે. વરમખેડા, તા.જિ.દાહોદ) અને શૈલેષભાઈ શંકરભાઈ પરમાર (રહે. વરમખેડા, તા.જિ.દાહોદ) નાઓ પોલીસને બંન્ને વાહનો સ્થળ પર મુકી નાસી ગયાં હતાં. પોલીસે બંન્ને વાહનોમાંથી વિદેશી દારૂ વિદેશી દારૂની કુલ બોટલો નંગ. ૩,૭૬૮ કિંમત રૂા. ૪,૭૯,૦૪૦ના પ્રોહી જથ્થા સાથે બંન્ને વાહનોની કિંમત મળી પોલીસે કુલ રૂા. ૧૦,૩૯,૦૪૦નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ચારેય ઈસમો વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

——————————-

Share This Article