સ્થાનિક સ્વરાજની ચૂંટણી:ભાજપે નગરપાલિકામાં તમામ બેઠકો પર નવા ચહેરાઓને તક આપી સૌને ચોંકાવ્યા.! તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકામાં જુના જોગીઓ ઘરભેગા.!

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:ભાજપે નગરપાલિકામાં તમામ બેઠકો પર નવા ચહેરાઓને તક આપી સૌને ચોંકાવ્યા.!

તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકામાં જુના જોગીઓ ઘરભેગા.!

 નવા ચહેરાઓને તક આપી ભાજપનો લિટમસ ટેસ્ટ,

અસંતુષ્ટો બગાવત કરશે કે ભાજપ છેલ્લી ઘડીએ ડેમેજ કંટ્રોલમાં સફળ રહેશે.?

દાહોદ તા. ૯

દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને છેલ્લા ઘણા સમયથી અટકણો જે ચાલી રહી હતી. તેનો અંત આવ્યો છે અને હવે ભારતીય જનતા પાર્ટીએ હવે ફોર્મ ભરવા માટે માત્ર 48 કલાક બાકી રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લાની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની 304 બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કરીને સૌને ચોકાવી દીધા છે. ખાસ કરીને દાહોદ નગરપાલિકાની ૩૬ બેઠકો ઉપર આ વખતે નવા ચહેરાઓને તક આપી લિટમસ ટેસ્ટ કર્યું હોય તેવું જોવાઈ રહ્યું છે.

ભાજપના મોવડી મંડળે જુના જોગીઓને ઘર ભેગા કરીને નવા ચહેરાઓને સ્થાન આપીને ઘણા બધા મેસેજ આપી દીધા છે. ભાજપના નિર્ણયથી દાહોદ શહેર વાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે. ભાજપના આ નિર્ણયથી સૌ કોઈ હચમચી ગયા છે.જુના જોગીઓ હવે શું રણનીતિ અખત્યાર કરે છે. તે મહત્વપૂર્ણ રહેશે. જુના જોગીઓનો પત્તો કપાતા હવે વિરોધનો રણશિંગુ ફૂંકાશે કે મોટાભાઈ બનીને ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોને નાનાભાઈ સમજીને જીતાડવા માટે કામે લાગશે તે હવે જોવું રહ્યું.

હવે આ મામલે દાહોદ લાઈવ આગામી સમયમાં અપડેટ આપશે.પરંતુ ટિકિટો જાહેર થયા બાદ જેની અટકણો સૌથી વધારે લાગી રહી હતી તે હવે સામે આવી રહી છે કારણ કે જે લોકોને ટિકિટ નથી મળી તે લોકો હવે રાજીનામાં આપવાની શરૂઆત થઈ ગઈ છે. હવે આગામી સમયમાં કેટલા રાજીનામાં પડે છે. જે લોકોને ટિકિટ ન મળી તે લોકો હવે પક્ષપલટો કરે છે કે અપક્ષમાં દાવેદારી નોંધાવે છે. કે ભાજપ છેલ્લી ઘડીએ ડેમેજ કંટ્રોલ કરીને સૌને કામે લગાડી દે છે. તે હવે આવનાર સમય બતાવશો.

Share This Article