બ્રેકિંગ ન્યૂઝ: ગરબાડામાં કેસરીયો કરંટ! તાલુકા પંચાયત માટે ભાજપે 24 રથીઓ મેદાનમાં ઉતાર્યા, જુઓ કોને મળી ટિકિટ?

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

બ્રેકિંગ ન્યૂઝ: ગરબાડામાં કેસરીયો કરંટ! તાલુકા પંચાયત માટે ભાજપે 24 રથીઓ મેદાનમાં ઉતાર્યા, જુઓ કોને મળી ટિકિટ?

ગરબાડા તા. ૯

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે જામ્યો છે! ભાજપે ગરબાડા તાલુકા પંચાયતની તમામ 24 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. ‘કમલમ’ દ્વારા જાહેર કરાયેલા આ લિસ્ટમાં જૂના જોગીઓ અને નવા ચહેરાઓનું સચોટ મિશ્રણ જોવા મળી રહ્યું છે.

 

ચૂંટણીના મેદાનમાં ભાજપની સેના: કોણ ક્યાંથી લડશે?

 

ભાજપના પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ ગરબાડામાં નીચે મુજબના ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે:

 

ક્રમ બેઠકનું નામ ઉમેદવારનું નામ

1 આંબલી શ્રી શરદકુમાર અમરસિંહ પલાસ

2 અભલોડ-1 શ્રી વિનુભાઈ રમણભાઈ ભાભોર

3 અભલોડ-2 શ્રી ગુનાબેન વિનોદભાઈ ભાભોર

4 ભરડા શ્રી હિમંતકુમાર ભરતકુમાર પંચાલ

5 ભે શ્રી રમણભાઈ જોતીયાભાઈ ભુરીયા

6 બોરીયાલા શ્રી સુરમાબેન ભરસિંગ ડામોર

7 દેવધા શ્રી નીલાબેન શૈલેષભાઈ દેવધા

8 ગાંગરડા શ્રી રાહુલભાઈ લાલુભાઈ પરમાર

9 ગરબાડા-1 શ્રી ચેતનાબેન ધર્મેશકુમાર ભાભોર

10 ગરબાડા-2 શ્રી ડિમ્પલબેન અંકિતભાઈ ચાવડા

11 ગરબાડા-3 શ્રી મધુબેન રમેશભાઈ ભુરીયા

12 ગુલબાર શ્રી શૈલેષભાઈ મનુભાઈ મંડોડ

13 જેસાવાડા શ્રી ઉમેશભાઈ ગોપાલભાઈ કટારા

14 માતવા શ્રી નરેશકુમાર ગોપાળસિંહ બામણીયા

15 મીનાક્યાર શ્રી અલ્કાબેન મિતેશભાઈ ભાભોર

16 નઢેલાવ-1 શ્રી અંજલીબેન નિલેશભાઈ ભાભોર

17 નઢેલાવ-2 શ્રી જ્યોત્સનાબેન વિક્રમભાઈ ભાભોર

18 નળવાઈ શ્રી બાબુભાઈ દલસિંગ રાઠોડ

19 પાંડડી શ્રી સવિતાબેન ઉપસિંગ પસાયા

20 પાટીયા શ્રી મંગીબેન હટમલભાઈ ભુરીયા

21 સીમલીયા બુઝર્ગ શ્રી સવિતાબેન માંડુભાઈ પરમાર

22 ટુંકીવજુ શ્રી કાંતીભાઈ છગનભાઈ ખરાડ

23 ઝરીબુઝર્ગ-1 શ્રી નરેશભાઈ પુનજીભાઈ માવી

24 ઝરીબુઝર્ગ-2 શ્રી પરેશકુમાર લીલાભાઈ ગણાવા

 

રાજકીય વિશ્લેષણ: જીતનો પંજો કે કમળનો પ્રહાર?

ગરબાડા તાલુકામાં ભાજપે મહિલા ઉમેદવારોને પણ નોંધપાત્ર સ્થાન આપ્યું છે, જે સ્ત્રી સશક્તિકરણના નારાને મજબૂત કરે છે. યાદી જાહેર થતા જ ઉમેદવારોના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

હવે જોવાનું એ રહેશે કે વિપક્ષ આ કેસરીયા ઝંઝાવાત સામે કેવા ઉમેદવારો ઉતારે છે! ગરબાડાની જનતા કોના શિરે વિજયનો તાજ પહેરાવશે? તે તો આવનારો સમય જ કહેશે.

Share This Article