સંજેલી :- મહેન્દ્ર ચારેલ
સંજેલી ICDS વિભાગમાં સરકારે 9 વર્ષ માં બીજી વાર સેમસંગનો સ્માર્ટ ફોનનું વિતરણ.
સંજેલી તાલુકાની આંગણવાડી કાર્યકરોને મોબાઈલની સમસ્યાને લઈ સરકાર દ્વારા સ્માર્ટફોન ફાળવ્યો.
નવી નવી સરકારી યોજનાઓ હવે આંગળીના ટેરવેઃ ડેટા એન્ટ્રી અંગે જરૂરી તાલીમ અપાઇ.
2017માં પેનાસોનિક નો હલકી કક્ષાનો મોબાઈલ આપ્યો 9 વર્ષ બાદ 2026 samsung નો સ્માર્ટફોન અપાયો..
સંજેલી :- મહેન્દ્ર ચારેલ..
સંજેલી તાલુકામાં આઈસીડીએસ વિભાગમાં સરકાર દ્વારા વર્ષ 2017 માં પેનસોનિક નો હલકી કક્ષાનો મોબાઇલ આપી વર્કર બહેનોને ઓનલાઇન કામગીરી સોંપી દેતા ભારે મુશ્કેલી પડી હતી. વર્કર બહેનો દ્વારા સતત આવેદન નિવેદન અને હડતાલો બાદ સરકારે આંગણવાડી વર્કર બહેનોને નવા સેમસંગના ફોન આપવાનું મંજૂર કરતા આજ રોજ સીડીપીઓ અને મુખ્ય સેવિકા ની અધ્યક્ષ સ્થાને સંજેલી તાલુકા ની 137 આંગણવાડી વર્કરોને ફોન વિતરણ કરવામાં આવ્યા.હવે જોવાનું રહ્યું કે આ સેમસંગ ના ફોન કેવા ચાલે છે? સંજેલી તાલુકા ની આંગણવાડી વર્કરોને મોબાઇલની સમસ્યાને લઈને ભારે પરેશાની સરકારે સેમસંગના સ્માર્ટફોન આપી સરકારની નવી નવી સરકારી યોજનાઓ હવે આંગળીના ટેરવે થશે. ફાયુજિના જમાનો ત્રીજી ઓનલાઇન સિસ્ટમમાં આંગણવાડી વર્કરોને ભારે પરેશાની સરકારે નવા ફોન આપી સમસ્યા દૂર કરતા વર્કરોમાં ખુશીનો માહોલ સર્જાયો.આધુનિક ટેક્નોલોજીના યુગમાં સરકારી સેવાઓને વધુ વેગવંતી બનાવવાના હેતુથી સંજેલી તાલુકાની 137 આંગણવાડી કેન્દ્રોની કાર્યકર બહેનોને સ્માર્ટફોનનું વિતરણ કરાયું આવ્યું હતું. સંજેલી icds વિભાગના સી.ડીપીઓ મણીબેન ભાભોર તેમજ મુખ્ય સેવિકા દમયંતીબેન ની ઉપસ્થિતિમાં ICDS વિભાગના તમામ કર્મચારીઓ પણ જોડાયા હતા. હાલમાં સરકારની અવનવી તમામ મોટાભાગની સરકારી યોજનાઓ ઓનલાઈન સિસ્ટમ પર કાર્યરત છે. ત્યારે આંગણવાડી કેન્દ્રમાં આવતા નાના ભૂલકાઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને મળતા લાભો તેમજ પોષણક્ષમ આહારની વિગતો હવે ઓનલાઇન ડિજિટલ માધ્યમથી ઝડપથી અપડેટ કરી શકાશે. આંગણવાડી વર્કર બહેનોને સ્માર્ટફોન મળવાથી કામગીરીમાં પારદર્શિતા આવશે અને તમામ માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ બનશે.
આ પ્રસંગે કાર્યકર બહેનોને મોબાઈલના વપરાશ અને ઓનલાઈન ડેટા એન્ટ્રી અંગે જરૂરી માર્ગદર્શન અને તાલીમ પણ આપવામાં આવી હતી.
