બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાની આંગણવાડી બેહનોની જોબ તાલીમનો સમાપન સમારોહ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઇરાબેન ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજાયો*
*તમામ તાલીમાર્થી બહેનોને જોબ તાલીમના સર્ટિફિકેટ આપવામાં આવ્યા*
સુખસરતા.8

જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઇરાબેન ચૌહાણના અધ્યક્ષ સ્થાને આંગણવાડી બેહનો ની જોબ તાલીમ સમાપન સમારોહ ફતેપુરા તાલુકાની વાંગડ મોડલ સ્કૂલ ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી એ જણાવ્યું કે,આંગણવાડી કાર્યકર અને તેડાઘર બહેનોને શ્રેષ્ઠ કામગીરી બદલે જિલ્લા અને તાલુકા સન્માનિત કરવામાં આવશે, જેથી અન્ય કાર્યકર્તા પણ પોતાના આંગણવાડી કેન્દ્રના બાળકોને તંદુરસ્ત કરવા માટે પ્રોત્સાહિત બનશે.
જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુ શ્રી ઇરાબેન ચૌહાણ એ જમશે દાહોદ, ભણશે દાહોદ, રમશે દાહોદ અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણના દૈનિક અભ્યાસક્રમની થીમ મુજબના વીડિયો દાહોદ જિલ્લાની આંગણવાડી કાર્યકર દ્વારા બનાવામાં આવે અને તેનો સોશિયલ મીડિયા પર પ્રચાર પ્રસાર કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી.
આંગણવાડીના લાભાર્થીઓના કવરેજ વધારવા માટે વધુમાં વધુ લાભાર્થીની આઇસીડીએસ હેઠળ નોંધણી થાય તે સુનિશ્ચિત કરવા સીડીપીઓશ્રીને સૂચના આપેલ છે. આઇસીડીએસની વિવિધ યોજનાઓ લાભાર્થી સુધી પહોંચાડવી શા માટે મહત્વની છે તે વિશે માર્ગદર્શન સહિત જાણકારી આપવામાં આવી હતી.
આ સમાપન સમારોહમાં સી.ડી.પી.ઓ શ્રી, પાપા પગલી ઇન્સ્ટ્રકટર સહિત આંગણવાડી કાર્યક્રર બહેનો ઉપસ્થિત રહયા હતા.
