દાહોદ જિલ્લામાં બોર્ડ પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ, પ્રથમ દિવસે એકપણ કોપી કેસ નહીં ધોરણ 10માં 30140 અને ધોરણ 12માં 6,889 વિદ્યાર્થીઓ હાજર;કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા સંપન્ન

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ જિલ્લામાં બોર્ડ પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ, પ્રથમ દિવસે એકપણ કોપી કેસ નહીં

ધોરણ 10માં 30140 અને ધોરણ 12માં 6,889 વિદ્યાર્થીઓ હાજર;કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા સંપન્ન

દાહોદ તા.૨૬

દાહોદ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો આરંભ થઈ ગયો છે ત્યારે આજરોજ ધોરણ ૧૦ માટે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમનું પ્રશ્ન પેપર હતુ અને ધોરણ ૧૨ માટે અર્થશાસ્ત્ર અને ભૌતિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર હતુ. ધોરણ ૧૦માં જિલ્લામાં આજરોજ ૩૦૧૪૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં અને ધોરણ ૧૨માં ૬૮૮૯ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં. આજરોજ પ્રથમ દિવસે એકપણ કોપીનો કેસ ન નોંધાંતાં પ્રખથ દિવસે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના અધિકારીઓ, કર્મચારીઓએ હાશકારો અનુભવ્યો હતો.

ધોરણ ૧૦ની પરીક્ષામાં આજરોજ ગુજરાતી માધ્યમના પ્રશ્નપત્રમાં કુલ ૩૦૯૭૩ વિદ્યાર્થીઓ પૈકી ૨૯૪૬૮ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં અને ૧૫૦૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં.

હિન્દી માધ્યમમાં ૫૪ વિદ્યાર્થીઓ પુરેપુરા હાજર રહ્યાં હતાં અને અંગ્રેજી માધ્યમમાં ૬૨૨ વિદ્યાર્થીઓ પૈકી ૬૧૮ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં અને ૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. આમ, આજરોજ ધોરણ ૧૦ની પરીક્ષામાં કુલ ૩૧૬૪૯ વિદ્યાર્થીઓ પૈકી ૩૦૧૪૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેવીજ રીતે ધોરણ ૧૨માં આજરોજ અર્થશાસ્ત્ર અને ભૌતિક વિજ્ઞાનનું પ્રશ્ન પત્ર હતુ જેમાં કુલ ૪૯૫૦ વિદ્યાર્થીઓ પૈકી ૪૮૯૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૫૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં તેવીજ રીતે ભૌતિક વિજ્ઞાનના પ્રશ્ન પત્રમાં કુલ ૨૦૨૫ વિદ્યાર્થીઓ પૈકી ૧૯૯૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૨૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. આજરોજની પ્રથમ દિવસની પરીક્ષા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને શિક્ષણ વિભાગના સુચારૂ આયોજન થકી શાંતિપુર્ણ માહૌલમાં પરીક્ષા સમ્પન્ન થઈ હતી.

Share This Article