રાજેશ વસાવે :- દાહોદ
કંપની સેક્રેટરી ની પરીક્ષા માં દાહોદ ની કુનિકા શાહ એ દેશ માં સાતમો ક્રમ મેળવ્યો
ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવી પરિવાર તથા મહેશ્વરી સમાજ નુ નામ ઉજાળ્યું
કંપની સેક્રેટરીઝની ડિસેમ્બર સત્રનું પરિણામ: CS પરિણામમાં
દાહોદ તા. ૨૬
દાહોદ ની કુનિકા ભાવેશભાઈ શાહ એ દેશ માં સાતમો ક્રમ મેળવ્યો
કંપની સેક્રેટરીઝ (CS)ની ડિસેમ્બર-2025 સત્રની પરીક્ષાનું પરિણામ બુધવારે નવી દિલ્હી ખાતેથી જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. ખાસ કરીને પ્રોફેશનલ પ્રોગ્રામમાં દાહોદની વિદ્યાર્થિનીએ ટોપ-7 માં સ્થાન મેળવીને રાષ્ટ્રીય સ્તરે શહેરનું નામ રોશન કર્યું છે. કુનિકા ભાવેશભાઈ શાહ ઓલ ઇન્ડિયા માં સાતમા ક્રમે સ્થાન મેળવ્યું છે. તો ગુજરાત માં પ્રથમ ક્રમ મેળવી દાહોદ અને મહેશ્વરી સમાજ નુ નામ ઉજાળ્યું છે.
સમગ્ર ભારત માં AIR -7 ક્રમ પ્રાપ્ત કરીને વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. આ સફળતાએ સાબિત કર્યું છે કે દાહોદ જેવા શહેર માં રહી ને પણ ખંત અને મેહનત થી પ્રોફેશનલ કોર્સમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી શકાય છે.
આ અંગે કુનિકા સાથે વાત કરતા કુનિકા ને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મામા પવન દલાલ થી કંપની સેક્રેટરી બનવા અંગે ની પ્રેરણા મળી હતી. તો શિક્ષિકા માતા અને વ્યવસાયી પિતા એ પણ તેના સપના ને સાકાર કરવા માટે જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડી હોવાનું કહ્યું હતું. 12 કલાક ના વાંચન ની તનતોડ મહેનત અને કોઈ પણ પ્રકાર ના ડિસ્ટ્રેક્શન થી દૂર રહી અને પોતાના લક્ષ્ય માટે ફોકસ રાખી મહેનત કરવાથી આજે આ સિધ્ધિ હાંસલ કરી હોવાનું જણાવ્યું હતું.
