ફતેપુરામાં દુકાનના આગળના ભાગે પાર્ક કરેલ મોટર સાયકલ બાબતે બોલાચાલી,મારામારી બાદ 55 વર્ષીય આઘેડનું મોત* *ફતેપુરાના અગ્રવાલ પરિવારના સભ્યો વચ્ચે સામાન્ય બાબતે મારામારી બાદ છાતીમાં દુઃખાવો ઉપાડતા સારવાર મળે તે પહેલા આઘેડનું મોત નીપજતા ચકચાર* 

Editor Dahod Live
4 Min Read

બાબુ સોલંકી:- સુખસર

*ફતેપુરામાં દુકાનના આગળના ભાગે પાર્ક કરેલ મોટર સાયકલ બાબતે બોલાચાલી,મારામારી બાદ 55 વર્ષીય આઘેડનું મોત*

*ફતેપુરાના અગ્રવાલ પરિવારના સભ્યો વચ્ચે સામાન્ય બાબતે મારામારી બાદ છાતીમાં દુઃખાવો ઉપાડતા સારવાર મળે તે પહેલા આઘેડનું મોત નીપજતા ચકચાર* 

*આક્ષેપિત ત્રણ આરોપીઓ પૈકી બે આરોપીઓની ધરપકડ જ્યારે મહિલા આરોપી પોલીસ પકડથી દૂર*

સુખસર,તા.26

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે બલૈયા ક્રોસિંગ ચોકડી પાસે ગતરોજ બપોરના એકજ પરિવારના બે દુકાનદારો વચ્ચે ગ્રાહક દ્વારા પાર્ક કરવામાં આવેલ મોટરસાયકલ બાબતે બોલાચાલી થતા બે પક્ષો વચ્ચે ઉગ્રરૂપ ધારણ કરતા મારામારી થઈ હતી.જેમાં મારામારી બાદ એક વ્યક્તિને છાતીમાં દુઃખાવો થતા તાત્કાલિક ફતેપુરા ખાનગી દવાખાના બાદ સરકારી દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવેલ ત્યારે ફરજ ઉપરના તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવતા ફતેપુરા ગામમાં ચકચાર મચી જવા પામી હતી.લાશને ફોરેન્સિક પી.એમ માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડી મારામારીમાં સંડોવાયેલા બાપ-બેટાની પોલીસે ધરપકડ કરી છે.જ્યારે એક મહિલા ફરાર હોવાનું જાણવા મળે છે. 

       જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ બલૈયા ચોકડી ત્રણ રસ્તાની બાજુમાં આવેલ બાલાજી ટેલિકોમ નામની દુકાનના આગળના ભાગે ગ્રાહક દ્વારા પાર્ક કરેલ મોટરસાયકલ બાબતે મયુર વિકેશ અગ્રવાલ,વિકેશ ગિરધારીલાલ અગ્રવાલ તથા રંજનાબેન વિકેશભાઈ અગ્રવાલના ઓએ મુકેશભાઈ સાગરમલ અગ્રવાલના ઓની સાથે ઝઘડો તકરાર કરી મા-બેન સમાણી ગાળો આપી મયુર અગ્રવાલ નાઓએ આવેશમાં આવી મુકેશભાઈ અગ્રવાલને ગળામાં પકડી જમીન ઉપર પાડી દઈ છાતીના ભાગે ગડદા પાટુનો માર મારેલ.તેમજ વિકેશ અગ્રવાલ નાઓએ પણ મયુરની મદદે આવી મુકેશભાઈ અગ્રવાલને ગડદાપાટુનો માર મારી તથા પ્લાસ્ટિકની પાઇપથી માર મારી તેમજ રંજનાબેન અગ્રવાલ નાઓએ ગાળો બોલી ઉશ્કેરણી કરી તેમજ દુકાનના શટલ ઉપર છુટા પથ્થરો મારી આ ત્રણ આરોપીઓએ એકબીજાની મદદ ગારી કરી ઝઘડો કરેલ હોય મુકેશભાઈ અગ્રવાલને છાતીના ભાગે દુઃખાવો થતાં તાત્કાલિક ફતેપુરા માવતર હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં ફતેપુરા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા ફરજ ઉપરના ડોક્ટરે મુકેશભાઈ અગ્રવાલને મરણ ગયેલ જાહેર કર્યા હતા.ત્યારે મૃતકના પરિવારે મૃતકને છાતીમાં ગંભીર માર માર મારવાના કારણે મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.

        ફતેપુરા નગરના ભરચક વિસ્તારમાં ભર બપોરે મારામારી થતા લોક ટોળા ઉમટી પડ્યા હતા.અને બલૈયા ચોકડી ત્રણ રસ્તા વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. અને તકરારનો ભોગ બનેલા મુકેશભાઈ અગ્રવાલનું મોત થયેલ હોવાની વાત ગામમાં ફેલાઈ જતા હાહાકાર મચી જવા પામ્યો હતો.જોકે મોતનું સાચું કારણ પી.એમ રિપોર્ટ બાદજ જાણી શકાશે. આક્ષેપિત આરોપીઓ પૈકી મયુર વિકેશ અગ્રવાલ તથા વિકેશ ગિરધારીલાલ અગ્રવાલની પોલીસે ધરપકડ કરી લીધેલ હોવાનું જ્યારે રંજનાબેન અગ્રવાલ નાઓ ફરાર હોવાનું જાણવા મળે છે.

       ઉપરોક્ત બાબતે સંદીપકુમાર માલીરામ અગ્રવાલ દ્વારા ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા મયુર વિકેશભાઇ અગ્રવાલ, વિકેશભાઇ ગિરધારીલાલ અગ્રવાલ તથા રંજનાબેન વિકેશભાઇ અગ્રવાલ તમામ રહે. ફતેપુરા બલૈયા ત્રણ રસ્તા પાસે,તા.ફતેપુરા,જી.દાહોદ ના ઓની વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023 ની કલમ- 105,115(2),296 તથા 54 મુજબ ગુન્હો દાખલ કરી લાશના ફોરેન્સિક પી.એમ માટે લાશને દાહોદ ઝાયડસ હોસ્પિટલ મોકલી લાશના પી.એમ બાદ ક્લાસનો કબજો વાલી વારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Share This Article