રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના ગલાલીયાવાડમાં દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી,4 નબીરા પીધેલી હાલતમાં ઝડપાયા.!
દાહોદ તા.૨૪
દાહોદના ગલાલીયાવાડ ગામે નીચવાસ ફળિયામાં એક બુટલેગરના મકાનમાં ચાલતા વિદેશી દારૂના અડ્ડા પર રાત્રિના સમયે દારૂની ચાલી રહેલી મહેફિલમાં દાહોદ તાલુકા પોલીસે ઓચિંતી ત્રાટકી દારૂની મહેફિલના રંગમાં ભંગ પાડી દારૂની મહેફિલ માડી રહેલા ચાર નબીરાઓને દારૂ પીધેલ હાલતમાં ઝડપી પાડયા હતા. સાથે સ્થળ પરથી પોલીસે અલગ અલગ બ્રાન્ડના સિલ તુટેલ વિદેશી દારૂના ચાર ક્વાટરીયા તથા બે મોટર સાયકલો તેમજ પ્લાસ્ટિકના ગ્લાસ વગેરે મળી રૂપિયા ૩૫ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધાનું સત્તાવાર જાણવા મળ્યું છે.
દાહોદ નીચવાસ ફળિયામાં રહેતા રામકુમાર પૂર્વે રામુ ભમરસિંહ સિસોદિયાના મકાનમાં ચાલતા દારૂના અડ્ડા પર રાત્રિના આઠેક વાગ્યાના સુમારે ગલાલીયાવાડ ચારેલ ફળિયામાં રહેતા રર વર્ષીય અજય ભાઈ નરસુભાઈ સંગાડા, २४ વર્ષીય સુક્રમભાઈ નવસિંગભાઈ સંગાડા, ૩૦વર્ષીય પરેશભાઈ નવસિંગભાઈ સંગાડા તથા મંડાવાવ ગામના વડલી ફળિયામાં રહેતા ૩૭ વર્ષીય લલિતભાઈ કનુભાઈ પરમાર એમ ચારે જણા દારૂની મહેફીલ માણી રહ્યા હતા અને રામકુમાર ઉર્ફે રામુ ભમરસિંહ સિસોદિયા, શ્યામ ભમરસિંહ સિસોદિયા તથા સુનિતાબેન રાજેશભાઈ મહેફીલ માણવાવાળા ઉપરોક્ત ચારેય જણાને મહેફિલ માણવાની સગવડતા પૂરી પાડી રહ્યા હતા. આ સમયે આ અંગેની પોતાને મળેલ બાતમીના આધારે દાહોદ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈડીએમ ઢોલે પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓને સાથે લઈ રામકુમાર ઉર્ફે રામુસિસોદિયાના મકાનમાં ચાલી રહેલી દારૂની મહેફિલમાં પહોંચીને તો છાપો મારતા દારૂની મહેફિલ માની રહેલા નબીરાઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્તર પરથી દારૂની મહેફીલ માણી રહેલા ગલાલીયાવાડ ગામના ચારેલ ફળિયાના ઉપરોક્ત ત્રણ તેમજ મંડાવાવ વડેલી ફળિયા નો એક મળી કુલ ચાર જણાની દારૂ પીધેલી હાલતમાં અટકાયત કરી હતી. જ્યારે દારૂની મહેફીલ માણી રહેલા નબીરાઓને મહેફીલની સગવડ પૂરી પાડનાર ગલાલીયાવાડ નીચવાસ ફળિયાના એક મહિલા સહિત ઉપરોક્ત ત્રણ જણા અંધારાનો લાભલઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળપરથી બેક પાઈપર વિસ્કીના સીલ તૂટેલી હાલતમાં બેક્વાટરીયા તથા ગૌવા સ્પીરીટ વિસ્કીના સીલ તૂટેલી હાલતના બે ક્વાટરીયા, પ્લાસ્ટિકના ગ્લાસ, બે મોટરસાયકલ ૩૫,૨૦૦નો મુદ્દામાલ પકડી પાડી કબ્જે લઈ ઉપરોક્ત સાતે જણા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
