દાહોદમાં મકાન અપાવવાના બહાને આધેડ  સાથે છેતરપિંડી,જમીન દલાલ સામે નોંધાયો ગુનો. 

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં મકાન અપાવવાના બહાને આધેડ 

સાથે છેતરપિંડી,જમીન દલાલ સામે નોંધાયો ગુનો. 

દાહોદ તા.૨૪

દાહોદ શહેરમાં મકાન લે વેચનો વેપાર કરતા એક ઈસમે એક ૫૬ વર્ષીય આધેડને મકાન અપાવી આપવાનું કહી રૂપીયા ૫,૧૧,૦૦૦ બાનાખતના નામે લઈ મકાન અથવા તો આપેલ રૂપિયા પરત ન આપતા આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે.

 

દાહોદ શહેરમાં સરકારી ક્વાર્ટરમાં તાલુકા પંચાયત કચેરી પાસે રહેતા અને દાહોદની પ્રાઇવેટના વહીવટદાર કચેરીમાં ફરજ બજાવતા 56 વર્ષીય કર્મચારી ઈશ્વરભાઈ ઉર્ફે ઈસુબાભાઈ મેડાની મુલાકાત દાહોદ શહેરમાં ગોદી રોડ વિસ્તાર ખાતે જ્યોતિ એપાર્ટમેન્ટમાં રહેતા દીપકભાઈ દેવેન્દ્રકુમાર પુરોહિત સાથે થઈ હતી.આ દરમિયાન ઈશ્વરભાઈ મેડાને મકાન લેવાનું હોય માટે દીપક પુરોહિત સાથે સંપર્ક કર્યો હતો ત્યારે દીપક પુરોહિતે જણાવ્યું હતું કે પોતે મકાન લે વેચ નો ધંધો કરે છે ત્યારે આ વાતચીત બાદ દિપક પુરોહિતે દાહોદમાં આવેલ રઘુનંદન સોસાયટીમાં પ્લોટ નંબર 82-83 માં તૈયાર મકાન બીજાનું બતાવી બાનાખત કરી આપી બાનાખતના રૂપિયા 5,51,000 ઈશ્વરભાઈ મેડા પાસેથી મેળવી લીધા હતા. આ બનાવ 21.05.2024 ના રોજ બનવા પામ્યો હતો. આ સમયગાળા દરમિયાન દીપકભાઈ પુરોહિતે ઈશ્વરભાઈ મેડાને ન તો મકાન અપાવ્યું અને ન તો લીધેલા રૂપિયા 5,51,000 ઈશ્વરભાઈ મેડાને આપ્યા ન હતા. અવારનવાર મકાન અપાવવા માટે અથવા તો આપેલા નાણાં પરત કરી દેવા માટે અવારનવાર ઈશ્વરભાઈ મેડા એ દીપકભાઈ પૂરોહિત ને જણાવતા હતા પરંતુ દીપકભાઈ પુરોહિત બેમાંથી કોઈ પણ કામ ન કરી આપતા આખરે હારી થાકેલા ઈશ્વરભાઈ ઉર્ફે ઈસુબાભાઈ મેડા એ દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે પોતાની સાથે થયેલ વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article