રાજેશ વસાવે :- દાહોદ
ઘોર કળયુગ.!નરાધમ સસરાએ કેફી દ્રવ્ય પીવડાવી પુત્રવધૂ સાથે આચર્યું દુષ્કર્મ.!પોલીસે જીરો નંબરથી ફરિયાદ નોંધી.
સસરાની વાસનાનો શિકાર બનેલી પુત્રવધુનો આપઘાતનો પ્રયાસ, ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ.!
દાહોદ તા.09

મધ્યપ્રદેશમાં અલીરાજપુર ખાતે પરણાવેલી દાહોદ જિલ્લાની દીકરીને લગ્નના બીજા દિવસે જ સસરાએ દાનત બગાડી હતી અને ચોકલેટ જેવા કેફી દ્રવ્ય પીવડાવ્યા બાદ બેભાન અવસ્થામાં સરી પડેલી નવોઢા સાથે કહેવાતા નરાધમ સસરાએ દુષ્કર્મ આચર્યું હોવાની સામે આવ્યું છે.માત્ર એક મહિનાના પરણીત જીવન દરમિયાન સાસરીયા પિતાના દુષ્કૃત્યનો ભોગ બનેલી દીકરીએ જિંદગીભરના પાલક પિતાને કેવી રીતે દુર્ઘટનાનું વર્ણન કરીશ તેવું વિચારી મોતને વહાલું કરવા પહેલે માળેથી ભોઈ પર ઝંપલાવ્યું હતું. પરંતુ સદભાગ્યે સસરાની વાસનાનો ભોગ બનેલી મહિલા પરણીતા બચી જવા પામી છે.તથા દાહોદ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે.આ ચકચારી બનાવની સમગ્ર સરહદી વિસ્તારમાં એટલે કે મધ્યપ્રદેશ અને ગુજરાતના સરહદી વિસ્તારમાં ચકચાર સહિત ખળભળાટ મચી જવા પામ્યો છે તથા કળિયુગિ સસરા સામે ભારે આક્રોશ સાથે ફિટકાર વરસી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના એક ગામના પરિવારની દીકરીના એક મહિના અગાઉ 25 જાન્યુઆરીના રોજ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ પાસે ઉદેગઢ ગામે લગ્ન થયા હતા સામાજિક લગ્ન પ્રસંગની વિધિ પત્યા બાદ દીકરીનું પહેલું આણું લગ્નના ત્રીજા દિવસે કરી દીકરીને ઘરે લઈ આવ્યા હતા ત્યારબાદ તારીખ 7 ફેબ્રુઆરીના રોજ તેના પિતાએ દિલ ઉપર પથ્થર મૂકી હસતા મોઢે પોતાની વ્હાલ સોઈ દીકરીને નવો ઘરસંસાર માંડવા તેના પતિ સાથે વીદા કરી હતી. અને ભગવાનથી કામના કરી હતી કે તેની દીકરી અને તેનો પરિવાર સદાય હસતો રહે ખુશ રહે પરંતુ આગામી 72 કલાકમાં આ દીકરી સાથે શું થવાનું હતું તે કોઈને કલ્પના નહોતી.ગરબાડાથી પોતાના સાસરે ઉદેગઢ ગયા બાદ બીજા દિવસે તેના સસરાની પુત્રવધૂ ઉપર દાનત બગડી હતી અને. નવોઢાનો પતિ કોઈક કામ અર્થે બહાર ગયો હતો આ દરમિયાન 9 ફેબ્રુઆરીના રોજ નરાધમ સસરાએ પુત્રવધુને કેફી દ્રવ્ય મેળવેલી ચોકલેટ ખાવા આપી હતી જે ખાધા બાદ નવપરિણીત મહિલા બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ તેના સસરાએ તેની દીકરી સમાન કહેવાથી પુત્રવધુ જોડે બેભાન અવસ્થામાં દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ થોડા સમય બાદ પરણીતા ભાનમાં આવતા લઘર વગર વસ્ત્રો અને ગુપ્તાંગના ભાગેથી રક્તસ્ત્રાવ સાથે પીડા કણસતા તે સંપૂર્ણ રીતે ભાંગી પડી હતી.સાસરીયા પિતાના દુષ્કૃત્યનો ભોગ બનેલી દીકરીએ જિંદગીભરના પાલક પિતાને કેવી રીતે દુર્ઘટનાનું વર્ણન કરીશ તેવું વિચારી મોતને વહાલું કરવા ઘરના પહેલે માળેથી ભોઈ પર ઝંપલાવ્યું હતું.પરંતુ સદભાગ્યે સસરાની વાસનાનો ભોગ બનેલી મહિલા પરણીતા બચી જવા પામી છે.તથા દાહોદ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી અને તેના પિતાને જાણ કરતા તેઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા.ટૂંકી સારવાર બાદ નવ પરણિત મહિલાએ તેના પિતાને તેના સાથે થયેલા દૂરવ્યવહારની સઘળી હકીકત તૂટક ભાષામાં કહેતા તેના પિતાના પગ તળેથી જમીન ખસી પડી હતી.ચૌધાર આંસુએ રડવા લાગ્યા હતા. અને થોડાક સમય બાદ તેની દીકરીને ન્યાય અપાવીને જપીશ તેવા દૃઢ સંકલ્પ સાથે તેના પિતાએ દાહોદ ડિવિઝન પોલીસ પાસે મદદ માંગતા પિતાની રજૂઆત અને દીકરીની હાલત અને આપવીતી જાણ્યા બાદ ગંભીર અને સંવેદનશીલ બનેલી પોલીસે તાત્કાલિક જીરો નંબર થી ફરિયાદ દાખલ કરી મધ્યપ્રદેશની જોબટ પોલીસને જાણ કરી તેમને દાહોદ ખાતે બોલાવ્યા હતા. હાલ સસરા ના દુષ્કર્મનો ભોગ બનેલી દાહોદની દીકરી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. જોકે આ મામલે દાહોદ પોલીસે એમપી પોલીસને જાણ કર્યા બાદ હવે એમપી પોલીસ આ મામલે તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરશે
