દેવગઢ બારીઆ સબ જેલમાંથી દિવાલ કૂદીને ફરાર પોક્સોનો આરોપી ઘરેથી ઝડપાયો  લીમખેડા-દેવગઢ બારીઆ પોલીસ, SOG અને LCB ટીમોની સંયુક્ત કાર્યવાહીમાં આરોપી ફરી જેલ ભેગો, વધુ એક ગુનો નોંધાયો

Editor Dahod Live
2 Min Read

દેવગઢ બારીઆ સબ જેલમાંથી દિવાલ કૂદીને ફરાર પોક્સોનો આરોપી ઘરેથી ઝડપાયો

 લીમખેડા-દેવગઢ બારીઆ પોલીસ, SOG અને LCB ટીમોની સંયુક્ત કાર્યવાહીમાં આરોપી ફરી જેલ ભેગો, વધુ એક ગુનો નોંધાયો

દાહોદ તા. 11

 દેવગઢ બારીઆ સબ જેલની દિવાલ કૂદીને ત્રણ દિવસ અગાઉ ફરાર થયેલા પોક્સો કેસના આરોપીને પોલીસની અલગ અલગ ટીમોએ તપાસના અંતે તેના ઘરેથી ઝડપી પાડી પુનઃ જેલ ભેગો કર્યો છે. આ ઘટનામાં પોક્સોના આરોપી વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ થયો હોવાનું સામે આવ્યો છે.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા સબજેલમાં વર્ષ 2025 માં લીમખેડા તાલુકાના ગામનો રહેવાસી મનોજ ભરત કટારા પોક્સો અંતર્ગત કેસમાં દેવગઢબારિયા સબજેલમાં કાચા કામના કેદી તરીકે મૂકવામાં આવ્યો હતો. આ કેદીએ ત્રણ દિવસ અગાઉ દેવગઢ બારીઆ સબ જેલમાં સુરક્ષા વ્યવસ્થાને ચકમો આપી ફરાર થઈ ગયો હતો.આ ઘટનાએ સમગ્ર પોલીસ તંત્રમાં ચકચાર મચાવી દીધી હતી. જે બાદ ફરાર આરોપીને ઝડપવા માટે લીમખેડા, દેવગઢ બારીઆ પોલીસ તેમજ SOG અને LCB ટીમો દ્વારા સંયુક્ત રીતે તપાસ શરૂ કરવામાં આવી હતી.વિવિધ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન આરોપી પોતાના ઘર ખાતે છુપાયો હોવાની ચોક્કસ માહિતી મળતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તેને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. બાદમાં તેને ફરી સબ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.પોલીસે જણાવ્યું કે ફરાર થવાના કેસમાં આરોપી સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.

Share This Article