રાજેશ વસાવે : દાહોદ
બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન, દાહોદ ખાતે *જ્ઞાન દિવસ* ઉજવાયો.
સ્વ. વી. એમ. પારગી IPS (નિવૃત્તિ ADGP ) સરની પ્રથમ પુણ્યતિથિને જ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવી. તેઓની પુણ્યતિથિને દર વર્ષે જ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવશે.
દાહોદ તા. 6


રાજ્ય સરકારના મંત્રીશ્રી રમેશભાઈ કટારા સાહેબના અધ્યક્ષ સ્થાને જ્ઞાન દિવસ ઉજવાયો હતો.
સ્વ. વી. એમ. પારગી સરના પરીવાર જનો ઉપસ્થિત રહ્યા હતા.
સ્વ. વી. એમ. પારગી સરની પ્રતિમાને માળા પહેરાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
જનરલ નોલેજ પરીક્ષામાં 1 થી 28 નમ્બર મેળવનાર વિધાર્થીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા.
જનરલ નોલેજ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રોકડ પુરસ્કાર મેળવનાર વિધાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
જ્ઞાન દિવસ નિમિત્તે જનરલ નોલેજ પરીક્ષાના કન્વીનર અને નાયબ શિક્ષણ નિયામક શ્રી બી. ડી.બારીયા સાહેબ દ્વારા વિશેષ વક્તવ્ય આપવામાં આવ્યું હતુ.
ભવનના મંત્રીશ્રી દિનેશભાઇ બારીયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતુ.
સ્વ. વી. એમ. પારગી સરના પરીવાર જનો તેઓના ધર્મપત્ની શ્રીમતિ સુરેખાબેન પારગી, પુત્રી અમિતાબેન પારગી ( ડેપ્યુટી કલેક્ટર), પુત્ર અક્ષયકુમાર પારગી (ડેપ્યુટી કલેક્ટર), તેઓના મોટાભાઈ નિવૃત IPS શ્રી આર. જે. પારગી સાહેબ દ્વારા શ્રી વી. એમ. પારગી સર અંગે સંસ્મરણો રજૂ કરવામાં આવ્યા હતા. 
ભવનના અધ્યક્ષ શ્રી સી. આર.સંગાડા સાહેબ અને જ્ઞાન દિવસ ઉજવણી કાર્યક્રમના અધ્યક્ષ ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રી રમેશભાઈ કટારા સાહેબ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન શિક્ષણ નિરીક્ષક શ્રી સુરેશભાઈ મેડા દ્વારા કરવામાં આવ્યું હતુ.
આભાર દર્શન પ્રો. ડૉ. હરિપ્રસાદ કામોલ
દ્વારા કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે ભવનના કન્વીનર શ્રી એફ. બી. વહોનિયા, ભીલ સમાજ પંચના કન્વીનર શ્રી રાવજીભાઈ માવી, ભવનના ટ્રસ્ટીઓ, મેનેજમેન્ટના સભ્યો, વિધાર્થીઓ અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જ્ઞાન દિવસ ઉજવીને સ્વ. શ્રી વી. એમ. પારગી સરને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
